1. Home
  2. Tag "Corporation"

મધ્યપ્રદેશઃ જબલપુરમાં પાળેલા જાનવરો જાહેર માર્ગોને ગંદા કરશે તો માલિકને થશે દંડ

ભોપાલઃ મધ્યપ્રદેશના જબલપુરમાં હવે લોકો દ્વારા જાહેર માર્ગો ઉપર પાળેલા શ્વાનને પોટી કરાવવી મોંઘી પડશે. જબલપુર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે જેએમસીએ નવો આદેશ જાહેર કર્યો છે, જે અનુસાર સાર્વજનિક જગ્યા ઉપર પાળેલા જાનવરોની પોટીને સાફ કરવી જરૂરી છે જો એમ નહીં કરનારા જાનવરના માલિકને રૂ. 1000નો દંડ ચુકવવો પડશે. જેએમસી કમિશનર સંદીપ જીઆઈએ શહેરના સાફ […]

અમદાવાદ મ્યુનિના 140થી વધુ પ્લોટ્સ પર દબાણો, વોર્ડ ઈન્સ્પેક્ટર્સને મહિનામાં રિપોર્ટ આપવા સુચના

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પો.ની માલિકીના કરોડોની કિંમતના પ્લોટ્સ પરના દબાણો હટાવવાની માગ ઊઠી છે. શહેરમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટમાં અસામાજિક તત્વો અને માથાભારે શખસો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 4000 જેટલા ખુલ્લા પ્લોટમાંથી 140થી વધુ જેટલા ગેરકાયદેસર દબાણ હોવાની સ્ફોટક વિગતો સામે આવી હતી.  તાજેતરમાં મળેલી ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ […]

વડોદરામાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીની સફાઈથી મગરોને નુકશાન થશે

વડોદરા : શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાની સાફ સફાઈની કામગીરી મ્યુનિ.કોર્પોરેશને શરૂ કરાવી છે, જેને લઈ નદીમાં વસતા 300 મગરોના જીવ પર જોખમ ઊભુ થયું છે. નદીના પટના સાફ સફાઈથી મગરના નેસ્ટ અને તાજા જન્મેલા બાળકને ભારે નુકશાન પહોચી રહ્યા હોવાનું પર્યાવરણવિદનુ કહેવું છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિ.કોર્પોરેશન, ફોરેસ્ટ વિભાગ […]

લો બોલો, થાણે કોર્પોરેશને જીવીત વ્યક્તિને મૃત જાહેર કરી પ્રમાણપત્ર લેવા પણ બોલાવ્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં એક અજીબોગબીર ઘટના સામે આવી છે. થામેમાં રહેતા 55 વર્ષિય શિક્ષકને તાજેતરમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક ફોન આવ્યો હતો. તેમજ ફોન કરનાર મહિલાએ આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે ઓળખ આપીને તેમને મૃત્યુનું પ્રમાણપત્ર લઈ જવાની સૂચના આપી હતી. મહિલાની વાત સાંભળીને શિક્ષકના પગનીચેથી જમીન સરકી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર થાણેના મનપાડા વિસ્તારમાં […]

ગાંધીનગરઃ કોર્પોરેશનની ચૂંટણી માટે કવાયત તેજ, સપ્ટેમ્બરમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીની બીજી લહેરના કારણે રદ કરવામાં આવી હતી. હાલ અહીં વહીવટદાર ગાંધીનગર શહેરમાં સંચાલન કરી રહ્યાં છે. જો કે, હવે ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક અંદાજ અનુસાર સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેશનની ચૂંટણી યોજવામાં આવે તેવી શકયતાઓ […]

કોરોનાને લીધે એસટીના 150થી વધુ કર્મચારીઓના મૃત્યુ થયા હોય મૃતકોના પરિવારને આર્થિક સહાય આપોઃ મહામંડળ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરાનાના કેસો ઘટી રહ્યા છે. સરકારને કોરોના અને તાઉ-તે વાવાઝોડા તેમ બન્નેનો સામનો કરવો પડ્યો છે. કોરોનાને લીધે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં એસટી નિગમના ડ્રાઈવરો-કંડકટરો સહિત 150થી વધુ કર્મચારીઓના કોરોનાને લીધે મૃત્યુ થયા છે. ત્યારે એસટી મહામંડળે મૃત્યુ પામેલા કર્મચારીઓના વારસદારોને વળતર આપવાની માગ કરી છે. કોરોનાએ […]

ગાંધીનગરમાં સમાવિષ્ટ 18 ગામોની આરોગ્યલક્ષી કામગીરી મ્યુનિ.કોર્પોએ સંભાળી લીધી

ગાંધીનગરઃ શહેરની  મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 ગામોનો સમાવેશ કરી લેવામાં આવ્યો હતો.  જેના પગલે 18 ગામોની પંચાયત તેમજ પાણી અને ગટર વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે આરોગ્યલક્ષી સેવાઓ પણ મ્યુનિ.કોર્પોરેશનને  સંભાળી લીધી છે. જેના માટે 155 જેટલા આરોગ્ય કર્મચારીઓનો મ્યુનિ.કોર્પોરેશનમાં  હંગામી રીતે સમાવેશ પણ કરી દેવામાં આવ્યો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરના 18 ગામોનું  મ્યુનિ.કોર્પોરેશનમાં વિલિનીકરણ કરી […]

લો બોલો, સુરતમાં મનપાના કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે અપાશે રેમડેસિવિર ઈન્જેકશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે રેમડેસિવિર ઈન્જેકશનની માંગ વધી છે. લોકો ઈન્જેકશન લેવા માટે લાંબી લાઈનો લગાવતા હતા. કોરોના પીડિત દર્દીઓ અને તેમના પરિવારજનોને હાલાકી ન પડે તે માટે રેમડેસિવિર ઈન્જેકશનને લઈને સરકાર દ્વારા કેટલાક આકરા નિર્ણય લેવાયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને તમામ કોર્પોરેટરો અને કર્મચારીઓને વિનામૂલ્યે રેમડેસીવીર ઇન્જેક્શન આપવાની જાહેરાત કરી […]

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી કોરોના મહામારીને પગલે મોકુફ રખાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. અમદાવાદ સહિતના શહેરી વિસ્તારમાં પોઝિટિવ કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યાં છે. દરમિયાન આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજાનારી કોર્પોરેશનની ચૂંટણી લોકહિતને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચ દ્વારા મોકુફ રાખવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ […]

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ ચૂંટણીપંચ આજે લઈ શકે છે મહત્વનો નિર્ણય

કોરોનાને પગલે ચૂંટણી મોકુફ રાખવા કરાઈ હતી વિનંતી મુખ્યમંત્રીએ ચૂંટણીપંચને પત્ર લખીને કરી હતી વિનંતી ચૂંટણી એકાદ મહિનો પાછી ઠેલાય તેવી શકયતાઓ અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગર શહેરમાં તા. 18મી એપ્રિલના રોજ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. રાજકીયપક્ષો દ્વારા અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી વિજય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code