- અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્રની ઉદ્યોગસાહસિક મહિલાઓ તેમજ ગુજરાતી ફિલ્મ કલાકારો, રેડિયો જોકી અને ગાયકો સાથે સંવાદ યોજ્યો
અમદાવાદ, 3 નવેમ્બર, 2026 – Gujarat BJP President Jagdishbhai Vishwakarma. મતદાર યાદી સુધારણા પ્રક્રિયા – SIR અંગે વિપક્ષ દ્વારા ફેલાવાઇ રહેલી પ્રવર્તમાન ગેરસમજણો દૂર થાય અને ચૂંટણી પંચની પારદર્શી પ્રક્રિયા અંગે સાચી માહિતી સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે માટે ગુજરાત ભાજપ દ્વારા મેગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

દેશની સંવૈધાનિક સંસ્થાઓ અને દેશની મતદારયાદીના શુદ્ધિકરણ અને પ્રત્યેક નાગરિકને મતાધિકારની સુનિશ્ચિતતા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ SIR પ્રક્રિયા સંદર્ભે બેબુનિયાદ આરોપો કરી અશાંતિ અને અરાજકતાના સહારે દેશના મજબૂત લોકતંત્રને નબળું પાડવાની કોશિશ કરી રેહલા વિપક્ષના કુપ્રયાસ સામે તથ્યો સાથે ઉજાગર કરવા ભાજપાના ‘ લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાન અંતર્ગત વિશિષ્ટ નાગરિકો સાથે સંપર્ક અને સંવાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત 2 નવેમ્બરને સોમવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદના વસ્ત્રાપુર સ્થિતસ્થિત રાગ કેફે ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્રની ઉદ્યોગસાહસિક મહિલાઓ તથા બોડકદેવના મોકા કેફે ખાતે ગુજરાતી ફિલ્મ કલાકારો, રેડિયો જોકી અને ગાયકો સાથે મુલાકાત કરી સંવાદ યોજ્યો હતો.
બંને સંવાદ દરમિયાન SIR પ્રક્રિયાના હેતુ, મતદાર યાદીની શુદ્ધતા અને ચોકસાઈ જાળવવાની આવશ્યકતા તેમજ લોકશાહીમાં દરેક પાત્ર નાગરિકના મતાધિકારનું મહત્ત્વ જેવા વિષયો પર વિચારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. સંવાદમાં ઉપસ્થિત સૌ એ ભારતની મજબૂત લોકતાંત્રિક વ્યવસ્થા પ્રત્યે અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


