1. Home
  2. ગુજરાતી
  3. ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસનું ધોવાણ
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસનું ધોવાણ

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો કેસરિયો લહેરાયોઃ કોંગ્રેસનું ધોવાણ

0
Social Share

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોર્પોરેશનની 44 બેઠકો પૈકી 41 બેઠક ઉપર ભાજપની જીત થયાનો પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે દાવો કર્યો હતો. જ્યારે બે બેઠક ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો હતો. કોર્પોરેશનની ચૂંટણી કોંગ્રેસનું ભારે ધોવાણ થયું હતું. જ્યારે આમ આદમી પાર્ટીએ સુરત કોર્પોરેશનમાં સારો દેખાવ કર્યા બાદ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં પણ એક બેઠક મેળવીને ખાતુ ખોલાવ્યું હતું. 41 બેઠક ઉપર ભાજપની જીત થતા કાર્યકરો અને નેતાઓમાં ખુશી ફેલાઈ છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો ઉપર રવિવારે મતદાન યોજાયું હતું. દરમિયાન આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવારો આગળ રહ્યાં હતા. બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ ગયું હતું. આ ચૂંટણીમાં ભાજપનો 41 બેઠકો ઉપર ભવ્ય વિજય થયો હતો જ્યારે બે બેઠકો ઉપર કોંગ્રેસ અને એક બેઠક ઉપર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. ભાજપની જીતના કારણે નેતાઓ અને કાર્યકરોમાં ખુશી ફેલાઈ હતી.

ગાંધીનગર સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની માઈક્રો પ્લાનિગ અને નો રિપીટ થિયરી સહિત કાર્યકર્તાઓની બુથ સુધીની કામગીરીને પગલે ભાજપના ઐતિહાસિક જીત મેળવવામાં સફળતા મળી હોવાનું જાણવા મળે છે. ગાંધીનગરમાં કોંગ્રેસને ખૂબ મોટા પાયે નુકસાન થયુ છે. નિષ્ણાંતોના મતે નવા સીમાંકનનો સીધો ફાયદો ભાજપને મળ્યો છે. તેમજ સરકારમાં ભાજપ સત્તાસ્થાને હોવાના કારણે પણ ગાંધીનગરમાં સત્તા પ્રસ્થાપિત કરવાનો મોકો મળ્યો છે. ભાજપના વિજેતા ઉમેદવારોએ એકસૂર વ્યક્ત કરતા કહ્યુ છે કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને વિકાસની દિશામાં વધુ આગળ લઈ જવા માટે કામગીરી કરવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code