ચહેરા પર નિખાર લાવવા પાવડર અને ક્રિમના બદલે આ 4 વસ્તુઓનો કરો ઉપયોગ, ચમકી ઉઠશે ત્વચા
- આઈસ વડે ચહેરાને કરો મસાજ
- એલોવેરા જેલ લગાવીને ચહેરો એમ જ રહેવા દો
દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે ઘણી સ્ત્રીઓ પાર્લરમાં પણ જતી હોય છે, જો કે આ ખર્ચ ખૂબજ ખર્ચાળ હોય છે અને બીજુ એ કે ઘરથી દૂર સ્પેશિયલ સમય કાઢીને જવું પડતું હોય છે, ત્યારે આજે ચહેરા પર નિખાર લાવવા આપણે કુદરતી ટોનરનો ઉપયોગ જોઈશું.
આ કુદરતી ટોનર કુદરતી વસ્તુઓમાંથી બનેલા હોય છે અવે તેને લગાવ્યા બાદ તમારે ચહેરાને ઘોવાનો પણ નહી રહે અને તેના ઉપર કોી પણ પ્રકારનો મેકઅપ કે પાવડર લગાવ્યા વિનાજ ચહેરો નિખરી ઉઠશે, આ લૂક તમે રોજીંજી જીવલ શૈલીમાં અપનાવી શકો છો, જેના થકી તમને કેમિકલ યુક્ત ક્રિમ, કોમ્પેક્ટ કે પાવડરમાંથી છૂટકારો મળશે અને ચહેરો સાચા અર્થમાં નિખરી જશે.
ઘરે રહીને જ ત્વચા નિખારો, લગાવો આ નેચરલ ટોનર
1 આઈસઃ- આઈસ ક્યૂબ એવી વસ્તુ છે કે જે તમારા ચહેરા પર નિખાર લાવી દે છે,તેના માટે તમારે નાહીને 10 મિનિટ સુધી ચહેરા પર આઈસ સમાજ કરવાનો હોય છે, ત્યાર બાદ ત્વચા પર કોી પણ વસ્તુ અપ્લાય નહી કરવી, આમ કરવાથી કુદરતી રીતે તમારો ટહેરો ગ્લો કરશે.
2 એલોવિરાઃ- એલોવિરા જેલ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે અને જો ઘરમાં જ એલોવિરા હોય તો તેનો ઉપયોગ કરવો. આ જેલને ચહેરા પર લગાવી લો, હળવા હળવા હાથે મસાજ કરીલો, ત્યાર બાદ તેને આમ જ સુકાવા રાખી ગો, હવે 20 મિનિટ બાદ ચહેરા પર આઈસ ઘસી ને કોટનના રુમાલ વડે ચહેરો સાફ કરીલો, આમ કરવાથી કુદરતી ટોનર જેવો નિખાર આવશે અને ત્વચા ખરાબ પણ નહી થાય.
3 ગુલાબજળઃ- ક્યારેક સિમ્પલ દેખાવવું હોય કોી પણ પ્રકારનો મેકઅપ ન કરવો હોય ત્યારે ગુલાબ જળને હાથમાં લઈને ચહેરા પર અપ્લાય કરીને એમ જ રહેવાદો, એ સુકાય ગયા બાદ ચહેરો કુદરતી રીતે ચમકી ઉઠશે, જાણે કોઈ ફેરનેસ ક્રિમ લગાવી હોય તેવું જ લાગશે.
4 ઓલિવ ઓઈલ – તમારા ચહેરા પર યઓલિવ ઓઈલ વડે 5 મિનિટ મસાજ કરીલો ત્યાર બાદ થોડા નવશેકા પાણી વડે ચહેરો ઘોઈલો , બસ પછી કોઈ પણ પ્રકારની ક્રીમ અપ્લાય નકરો., આમ કરવાથી કુદરતી રીતે ગ્લો આવશે