Site icon Revoi.in

આવતીકાલે વિજય દિવસ સમારોહમાં સામેલ થશે બાંગ્લાદેશના 58 મુક્તિ યોદ્ધાઓ, ફોર્ટ વિલિયમ ખાતે શહીદોને આપશે શ્રદ્ધાંજલિ

Social Share

નવી દિલ્લી: બાંગ્લાદેશની સ્વતંત્રતા સંગ્રામને સમર્પિત 16 ડિસેમ્બરે વિજય દીવસની ઉજવણી માટે બાંગ્લાદેશના પ્રતિનિધિમંડળ કોલકાતાના અલીપુર સ્થિત ફોર્ટ વિલિયમમાં સેનાના પૂર્વી કમાન્ડ મુખ્યાલય પહોંચ્યા છે. પૂર્વ કમાન્ડ તરફથી જારી કરાયેલા એક નિવેદન મુજબ બાંગ્લાદેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટે લડતી મુક્તિ યોદ્ધાઓની 58 સભ્યોની ટીમ કોલકાતા પહોંચી છે. તેમાં સૈન્ય અધિકારીઓ પણ સેવા આપી રહ્યા છે. સશસ્ત્ર સંઘર્ષ બાદ 16 ડિસેમ્બર 1971ના રોજ બાંગ્લાદેશને પાકિસ્તાનની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આમાં ભારતીય સૈનિકોએ પણ ભાગ લીધો હતો અને પોતાનું બલિદાન આપ્યું હતું. ત્યારથી દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

1971માં બાંગ્લાદેશની આઝાદી માટે પાકિસ્તાની સેના સાથે યુદ્ધ થયું હતું, જેમાં બાંગ્લાદેશની મુક્તિ વાહિની સાથે ભારતીય સેનાના જવાનોએ ભાગ લીધો હતો. ત્યારબાદ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ 93,000 સૈનિકો સાથે શરણાગતિ સ્વીકારી હતી.

ભારત સાથેના સંબંધોને મજબૂત બનાવશે બાંગ્લાદેશ- ડો. હસન મહમૂદ

વિજય દિવસ સમારોહમાં સામેલ થનારા બાંગ્લાદેશના માહિતી સંસ્કૃતિ મંત્રી ડો. હસન મહમૂદે કહ્યું કે, ભારત સાથેના ગાઢ સંબંધોના માધ્યમથી બાંગ્લાદેશ આગળ વધશે.કારણ કે, ભારત અમારો પાડોશી દેશ છે. એટલા માટે વેપાર,સંસ્કૃતિ અને અર્થતંત્ર સહિત ભારત સાથેના અમારા બહુપક્ષીય સંબંધો છે. ભારત-બાંગ્લાદેશની સરહદ પાર પણ સંબંધો મૈત્રીપૂર્ણ છે. તેથી,ભારત સાથેના ગાઢ સંબંધ હોવો એ સામાન્ય વાત છે.

દુખદ, પરંતુ તે સાચું છે કે, બીએનપી જે રાજકારણ કરે છે તે ભારત વિરોધી રાજકારણ છે. જો કે, પડદા પાછળ તેઓ ભારતને ખુશ કરવા રાજકારણ કરે છે. આવામી લીગ સાથે ભારતના સંબંધો સંપૂર્ણ રીતે ખુલ્લા છે. અને અમને લાગે છે કે, આપણે આપણા પાડોશી સાથે ગાઢ સંબંધ રાખવા જોઈએ અને ભારત સાથેના ગાઢ સંબંધો દ્વારા જ આપણો દેશ આગળ વધશે.

-દેવાંશી