Site icon Revoi.in

વરુણ ધવનની આગામી ફિલ્મ ‘બવાલ’ આ તારીખે થશે રિલીઝ

Social Share

મુંબઈ:બોલિવૂડ એક્ટર વરુણ ધવન અને અભિનેત્રી જાહ્નવી કપૂર પહેલીવાર મોટા પડદા પર એકસાથે આવી રહ્યા છે.આ બંને ફિલ્મ ‘બવાલ’માં સાથે જોવા મળશે,જેની જાહેરાત ખુદ વરુણ ધવને કરી છે.ફિલ્મની જાહેરાત કરતી વખતે વરુણ ધવને રિલીઝ ડેટ પણ આપી દીધી છે,જે બાદ જાહ્નવી અને વરુણના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

વરુણ ધવને તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કર્યું છે, જેના દ્વારા અભિનેતાએ તેની નવી ફિલ્મ ‘બવાલ’ની જાહેરાત કરી છે.આ પોસ્ટરમાં માત્ર ફિલ્મ, નિર્દેશક અને કલાકારોના નામ લખવામાં આવ્યા છે.આ પોસ્ટર સાથે વરુણ ધવને કેપ્શનમાં લખ્યું, ‘હવે બવાલ થશે. નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલા સાથે આગામી ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.7મી એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં તમને મળવા માટે રાહ જોઈ શકતો નથી.’

વરુણ અને જાહ્નવીની ફિલ્મ ‘બવાલ’નું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે.ફિલ્મ ‘બવાલ’ આવતા વર્ષે 7મી એપ્રિલે રિલીઝ થઈ રહી છે.આ ફિલ્મ લવસ્ટોરીની વાર્તા પર આધારિત હશે, જેમાં વરુણ ધવન અને જાહ્નવીની જોરદાર કેમેસ્ટ્રી દર્શકોને જોવા મળશે.જોકે, આ સિવાય વરુણ ધવને આ ફિલ્મ સાથે જોડાયેલી કોઈ માહિતી શેર કરી નથી.

વરુણ ધવનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ ‘જુગ જુગ જિયો’માં જોવા મળશે.ફિલ્મમાં વરુણ ધવનની સાથે કિયારા અડવાણી, અનિલ કપૂર, નીતુ કપૂર પણ જોવા મળશે.આ ફિલ્મનું નિર્દેશન રાજ મહેતાએ કર્યું છે.આ સિવાય વરુણ ધવન કૃતિ સેનન સાથે ફિલ્મ ‘ભેડિયા’માં જોવા મળશે.જયારે જાહ્નવી કપૂર ‘ગુડ લક જેરી’ અને ‘તખ્ત’ ફિલ્મોમાં જોવા મળશે.