વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરને બનાવવું અને તે પ્રમાણે રહેવુ તે દરેક લોકો માટે સારુ અને યોગ્ય છે, પરંતુ જો વાત કરવામાં આવે આના વિશે જાણકારીની તો કેટલાક લોકોને આ બાબતો વિશે ખબર હોતી નથી. તેઓ આ બાબતે વિરોધ કે અણગમો નથી કરતા પરંતુ તેમને આ બાબતો વિશે જાણ જ હોતી નથી, તો આવામાં જો વાત કરવામાં આવે ઘરમાં રાખવામાં આવતી મૂર્તિઓની તો જો ઘરમાં ગાય કે આ પ્રાણીઓની મૂર્તિને રાખવામાં આવે તો ઘરમાં અલગ પ્રકારનું જ સકારાત્મક વાતાવરણ જોવા મળે છે.
જેમ કે ગાયને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સંતાન ઈચ્છુક દંપતિએ પિત્તળની બનેલી ગાયની મૂર્તિ રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી સંતાનની ઈચ્છા પૂરી થાય છે. જેઓ અભ્યાસ કરે છે તેમના માટે પણ ગાયની મૂર્તિ રાખવી સારી છે. તેનાથી અભ્યાસમાં એકાગ્રતા વધે છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો, હંસની જોડીની મૂર્તિ ઘરના ગેસ્ટ હાઉસમાં રાખવી જોઈએ. તેનાથી તમને આર્થિક લાભ મળી શકે છે. જો વિવાહિત યુગલ જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોય, તો તેઓ તેમના બેડરૂમમાં હંસ ની જોડીની મૂર્તિ રાખી શકે છે. તેનાથી વિવાહિત જીવનમાં પ્રેમ વધે છે.
ઘરમાં કાચબો રાખવાથી ધનમાં વધારો થાય છે. આ સિવાય ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી એવું માનવામાં આવે છે કે કાચબો જે સ્થાન પર રહે છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ છે. ધનની વૃદ્ધિ માટે ઘરના ડ્રોઈંગ રૂમમાં પૂર્વ અને ઉત્તર દિશામાં કાચબાની સ્થાપના કરવી જોઈએ. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે કાચબાને અંદરની તરફ જતો રાખવો જોઈએ.