Site icon Revoi.in

‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’: યુવાનો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની સુવર્ણ તક

VB-G Ram Ji Youth Digital Campaign

VB-G Ram Ji Youth Digital Campaign

Social Share

ગાંધીનગર, 19 માર્ચ, 2026 –  કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દેશના ગ્રામીણ યુવાનોની શક્તિ અને સર્જનાત્મકતાને વેગ આપવા માટે ‘MY Bharat’ પોર્ટલના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’ની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામીણ વિકાસ, રોજગાર સર્જન અને સ્થાનિક આજીવિકાના પ્રયાસોમાં યુવાનોને ડિજિટલ માધ્યમથી જોડી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવાનો છે.

આ અભિયાન દ્વારા યુવાનો પોતાના ગામના વિકાસના કામો, નવીન પ્રયોગો અને પાયાના સ્તરે આવતા સકારાત્મક પરિવર્તનોને વીડિયો અને ડિઝાઇનના માધ્યમથી રજૂ કરી શકશે.૧૫ થી ૨૯ વર્ષના તમામ ઉત્સાહી યુવાનો તા. ૨૦ માર્ચ, ૨૦૨૬ સુધી ‘MY Bharat’ અથવા ‘MyGov’ પોર્ટલ પર જઈને ઓનલાઇન નોંધણી કરી શકશે.

અભિયાન અંતર્ગત આયોજિત મુખ્ય સ્પર્ધાઓ:-

વીડિયો ચેલેન્જ (રીલ સ્પર્ધા)
ગામમાં થયેલા વિકાસકાર્યો અથવા આજીવિકા સબંધિત ૩૦ થી ૬૦ સેકન્ડનો પ્રભાવશાળી શોર્ટ વીડિયો બનાવી ‘MY Bharat’ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ફાઈલ સાઈઝ મહત્તમ 25 MB હોવી અનિવાર્ય છે.

ઓનલાઇન ક્વિઝ
‘વિકસિત ભારત – જી રામ જી એક્ટ ૨૦૨૫’ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર આધારિત 20 પ્રશ્નોના ઉત્તર આપીને યુવાનો આકર્ષક ડિજિટલ પ્રમાણપત્ર મેળવી શકે છે.

લોગો ડિઝાઇન સ્પર્ધા
આ યોજનાના ઉદ્દેશોને સાર્થક કરતા શ્રેષ્ઠ લોગો બનાવનાર યુવા વિજેતાને રૂ. ૫૦ હજારનું રોકડ ઇનામ એનાયત કરવામાં આવશે.

આ અભિયાન માત્ર યુવાનોને ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડશે એટલું જ નહીં, પરંતુ ગ્રામીણ ભારતની પ્રગતિને નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુ માહિતી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Exit mobile version