Site icon Revoi.in

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની US ના કબજામાં!

Social Share

વોશિંગ્ટન, 3 જાન્યુઆરી 2026: અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. શનિવારની વહેલી સવારે વેનેઝુએલાની રાજધાની કારાકાસ ભયાનક ધડાકાઓથી ધણધણી ઉઠી હતી. આ હુમલાઓ બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકી દળોએ પકડી લીધા છે અને તેમને દેશની બહાર લઈ જવામાં આવ્યા છે.

એક સત્તાવાર નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકાએ વેનેઝુએલા અને તેના નેતા નિકોલસ માદુરો વિરુદ્ધ એક વ્યાપક સૈન્ય હુમલો સફળતાપૂર્વક પાર પાડ્યો છે. માદુરો અને તેમની પત્નીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ ઓપરેશન અમેરિકી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સહયોગથી કરવામાં આવ્યું છે.” ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવશે.

વેનેઝુએલા સરકારના જણાવ્યા અનુસાર, અમેરિકાએ તેમના નાગરિક અને સૈન્ય મથકોને નિશાન બનાવ્યા છે. રાજધાની કારાકાસમાં શ્રેણીબદ્ધ ધડાકાઓ સાંભળવા મળ્યા હતા, ત્યારબાદ ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. ટ્રમ્પે અગાઉ અનેકવાર ‘ગ્રાઉન્ડ ઓપરેશન’ (જમીની હુમલા) ની ચેતવણી આપી હતી, જેનો અમલ હવે શરૂ થયો હોય તેમ જણાય છે.

(PHOTO-FILE)

આ પણ વાંચોઃ ગુલામી કાળમાં ભગવાન બુદ્ધના અવશેષો છીનવી લેવાયા હતાઃ મોદી

Exit mobile version