Site icon Revoi.in

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન ફૂટબોલર સ્ટાર મેસી અને રોનાલ્ડોને મળ્યા

Social Share

અમિતાભ બચ્ચન મેસી અને રોનાલ્ડોને મળ્યા

દિલ્હીઃ- સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં વિશ્વના બે મહાન ખેલાડીઓ પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને પેરિસ સેન્ટ જર્મેન ના લિયોનેલ મેસી સામસામે  જોવા મળ્યા હકાસ ફ્રાન્સ ક્લબ પીએસજીનો  સામનો સાઉદી અરબના બે ક્લબ  અલ-નાસર અને અલ હિલાલની બનેલી  ટીમ રિયાધ 11 સાથે થયો. આ મેચની શરૂઆતમાં બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જોવા મળ્યા હતા.

મિતાભ બચ્ચને સૌપ્રથમ બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર જુનિયર સાથે અને પછી યુવા ફ્રેન્ચ સ્ટાર કિલિયન એમબાપ્પે સાથે હાથ મિલાવ્યો. આ બંને પછી લિયોનેલ મેસ્સી મળવા આવ્યો હતો. અમિતાભે મેસ્સી સાથે હાથ મિલાવ્યો અને થોડી સેકન્ડો માટે રોકાઈને વાત પણ કરી. 

જે બાદ અમિતાભ બચ્ચન પીએસજીના અન્ય ખેલાડીઓને પણ મળ્યા હતા. તેમાં મોરોક્કોના અશરફ હકીમી, સ્પેનના સર્જિયો રામોસ અને બ્રાઝિલના માર્ક્વિનોસનો સમાવેશ થાય છે. માર્ક્વિનોસ પીએસજીનો કેપ્ટન છે.પીએસજીના ખેલાડીઓને મળ્યા બાદ અમિતાભ રિયાધ ઈલેવન તરફ પ્રયાણ કર્યું. તેણે પહેલા કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે હાથ મિલાવ્યો. તેઓ રોનાલ્ડો સાથે પણ વાત કરતા નજરે પડ્યા હતા

 

Exit mobile version