Site icon Revoi.in

દિગ્ગજ અભિનેતા ઘર્મેન્દ્ર વેબ સિરીઝમાં કરશે ડેબ્યૂ – ફર્સ્ટ લૂક આવ્યો સામે

Social Share

મુંબઈઃ- બોલિવૂડના જાણીતા દિગ્ગજ અભિનેતા ઘર્મેન્દ્રએ બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે, ત્યારે ઉમંરના અંતના આંગણે ઊભેલા અભિનેતાનો અભિયન આજે પણ તારીફે લાબિલ બને છે,87 વર્ષની ઉમંરે પણ તેઓ સ્વિમિંગ અને કસરત કરતા આપણાને ઘણી વખત સોશિયલ મીડિયા પર જોવા મળે છએ ત્યારે હવે તેઓ વેબસિરીઝની દુયિમાં પ્રથમ કદમ મૂકવા જઈ રહ્યા છે.

જાણકારી પ્રમાણે હવે ધર્મેન્દ્ર પાજી વેબ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવવાના છે આ વેબસિરીઝનો ફર્સ્ટ લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે તેઓ ઝી 5ની વેબ સિરીઝ  ‘તાજ ડિવાઈડેડ બાય બ્લડ’માં સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં દર્શકોને જોવા મળશે.

એભિનેકતા એ  સીરિઝમાંથી પોતાનો ફર્સ્ટ લૂક રિલીઝ કર્યો છે. સૂફી સંતના રોલમાં ધર્મેન્દ્રને ઓળખવા જાણે અશક્ય બન્યા છએ તેઓનો આ હટકે લૂક લોકોને ચોંકાવી રહ્યો છે વધતી ઉમંરે પણ તેઓ શાનદાર એક્ટિંગ માટે જાણે સજ્જ થયેલા જોવા મળ્યા છે.

અભિનેતા સફેદ દાઢીમાં શાનદાર લૂકમાં જોવા મળે છે ખભા પર ધાબળો અને માથા પર સૂફી પાઘડી  તેઓને વધુ આકર્પષક બનાવી રહી છે.પોતાનો લુક શેર કરતા ધર્મેન્દ્રએ ટ્વિટ કરીને કહ્યું કે “મિત્રો, હું તાજ ફિલ્મમાં સૂફી સંત શેખ સલીમ ચિશ્તીનું પાત્ર ભજવી રહ્યો છું. એક નાનું પણ મહત્વનું પાત્ર. તમારી પ્રાર્થનાની જરૂર છે.

Exit mobile version