Site icon Revoi.in

‘પુષ્પાઃ ધ રાઇઝ’ ગીત ‘શ્રીવલ્લી’ ભજન વર્જનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Social Share

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો જાદુ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો પર તમામ ફિલ્મ સ્ટાર્સથી લઈને ક્રિકેટર્સ, રીલ અને ફની વીડિયો બનાવી રહ્યા છે. દરમિયાન આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો ઉપર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. લોકોને શ્રીવલ્લીનું ભજન વર્જન પણ પસંદ પડી રહ્યું છે.

 

આ વીડિયોમાં એક મંડળી ભજન કીર્તન કરતી જોવા મળી રહી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ભજન મંડળી પુષ્પા શ્રીવલ્લીનું પ્રખ્યાત ગીત ગાઈ રહી છે. તબલાના તાલ અને ઢોલક તથા મંજીરાના રણકાર પર શ્રીવલ્લીનું ભજન વર્જન પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. આ વીડિયો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે અને ચાહકોને પણ આ પ્રયોગ ઘણો પસંદ આવી રહ્યો છે. નેટીઝન્સ આ વીડિયોને જોરદાર લાઈક અને શેર કરી રહ્યા છે, સાથે જ કોમેન્ટ બોક્સમાં ખૂબ જ રસપ્રદ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

પુષ્પાના ડાયલોગ્સ અને ગીતો એટલા લોકપ્રિય થઈ રહ્યા છે કે ઘણી વિદેશી સેલિબ્રિટીઓ પણ તેના પર પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કરી રહી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુને પુષ્પાની મુખ્ય ભૂમિકા ભજવી છે અને તેની બોડી લેંગ્વેજ દરેકને પસંદ આવી રહી છે.

Exit mobile version