Site icon Revoi.in

વિદેશ સચિવનો ચાર્જ સંભાળ્યા બાદ વિક્રમ મિસરી બે દિવસના ભૂટાન પ્રવાસે

Social Share

નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી 19-20 જુલાઈ 2024 સુધી ભૂટાનની સત્તાવાર મુલાકાત લેશે, જે વિદેશ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમની પ્રથમ વિદેશ મુલાકાત હશે. ભૂટાનના પ્રવાસ મુલાકાત દરમિયાન વિદેશ સચિવ ભૂટાનના રાજાને મળશે. આ સિવાય વિક્રમ મિસરી ભૂટાનના પ્રધાનમંત્રી, વિદેશ મંત્રાલય અને વિદેશી વેપાર મંત્રીને મળશે.

વિદેશ સચિવ વિક્રમ મિસ્રી ભૂટાનની મુલાકાત દરમિયાન ભૂટાનના વિદેશ સચિવ અને શાહી સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ મળશે. બન્ને વિદેશ સચિવો ભારત-ભૂતાન ડેવલપમેન્ટ કો-ઓપરેશન ડાયલોગની સહ-અધ્યક્ષતા પણ કરશે. આ મુલાકાત દરમિયાન ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચ સ્તરીય આદાનપ્રદાનની પરંપરાને ધ્યાનમાં રખાશે. ભારત સરકારની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિને આપવામાં આવતી સર્વોચ્ચ પ્રાથમિકતાને રેખાંકિત કરાશે. 

ઉલ્લેખનીય છે કે વિક્રમ મિસરીએ સોમવારે ભારતના વિદેશ સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. 1989 બેચના ભારતીય વિદેશ સેવાના અધિકારી મિસરીએ આ મહત્વપૂર્ણ રાજદ્વારી ભૂમિકામાં વિનય મોહન ક્વાત્રાની જગ્યા લીધી હતી.