Site icon Revoi.in

જુનાગઢમાં દરગાહના ગેરકાયદે નિર્માણને હટાવવાની નોટિસ પર હિંસા ભડકી, ટોળાએ પોલીસ ચોકી ઉપર કરેલા હુમલામાં 4 કર્મચારી ધાયલ

Social Share

જુનાગઢઃ-  ગુજરાતના જુનાગઢમાં હિંસા ભડકી ઉઠી હતી ,મોડી રાત્રે બેકાબૂ બનેલી ભીડએ પોલીસ ચોકી પર કરેલા હુમલામાં ડીેસપી સહીત 4 પોલીસ કર્મીઓ ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વચોવચ રસ્તા પર બનેલી ગદરગાહને હટાવવા મામલે નોટીસ પાઠવવામાં આવી હતી આ નોટિસને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો ત્યાર બાદ અનેક લોકો એકઢા થઈને પોલીસ ચોકીને નિશાન બનાવી હતી. ત્યર બાદ આ ગેરકાયદેસર દરગાહને હટાવવાને લઈને ભારે હોબાળો થયો હતો.

વહીવટીતંત્રે દરગાહના ગેરકાયદેસર બાંધકામને લઈને નોટિસ જારી કરી હતી, જેના કારણે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસકર્મીઓ સાથે અથડામણ સર્જાય હતી. આ દરમિયાન ઉગ્ર બનેલા લોકોના  ટોળાએ મજેવડી ચોક ખાતેની  આવેલી પોલીસ ચોકી પર હુમલો કરી તોડફોડ કરી હતી. આ સાથે જ અહી પાર્ક કરવામાં આવેલા  વાહનોને પણ આગ ચાંપી દીધી હતી.

આ સાથે જ આટલી મોટી ભીડના ટોળાને  કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા અને લાઠીચાર્જ કરવાની ફરજ પડી  હતી. હાલ આ વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ  છે. મોટી સંખ્યામાં પોલીસ અને રેપિડ એક્શન ફોર્સના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.જેથી હિંસાની કોી શક્યતા નથી.

માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશને દરગાહ ન હટાવવાના સમરથ્નમાં 20થી વધુ લોકોનું ટોળું આવી પહોચ્યું હતું અને બબાલ કરી હતી.જો કે હાજર પોલીસ કર્મીઓએ આ તમામને  સ્થળ પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, આ સ્થિતિમાં ઉગ્ર બનેલા ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો. હુમલામાં એક ડેપ્યુટી એસપી અને ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હતા. જો કે રાત્રી બાદ અહીની સ્થિતિ હવે નિયંત્રણમાં જોવા મળી છે,ત્યાર બાદ કોી પ્રકારની હિંસા સામે આવી નથી.