Site icon Revoi.in

હરિયાણના નૂહ બાદ અનેક જીલ્લાઓમાં હિંસા ફેલાઈ, પરિસ્થિતિને જોતા સોહનામાં આજે પણ શાળાઓ બંઘ

Social Share

સોનીપતઃ- હરિયાણાના નૂહમાં ભડકેલી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી 2 દિવસ બાદ પણ નૂહમાં હિંસાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે આ હિંસામાં હમણા સુધી 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ત્યાર બાદ હરિયાણાના નૂહની અસર આસપાસના જિલ્લાઓ અને વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જેમાં ગુડગાંવ, ફરીદાબાદ, માનેસર અને સોહનાનો સમાવેશ થાય છે. સોહનામાં તણાવના કારણે સાવચેતીના પગલારૂપે આજે પણ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણકારી પ્રમાણે મસ્જિદમાંથી ફાયરિંગની માહિતી મળ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 7 યુવકોની અટકાયત કરી છે, જેમની પાસેથી બોટલમાંથી બનાવેલા ત્રણ પેટ્રોલ બોમ્બ પણ મળી આવ્યા છે. હિંસાને મામલે 80 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, સરકારે કહ્યું કે અત્યાર સુધીમાં 44 ફરીયાદ નોંધવામાં આવી છે.
બીજી તરફ, હરિયાણા પોલીસે નૂહ હિંસામાં જીવ ગુમાવનારા બે હોમગાર્ડના પરિવારોને 57-57 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. હરિયાણા હિંસામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. નૂહ હિંસાની ઝપેટમાં આવેલા ગુરુગ્રામમાં ખુલ્લામાં પેટ્રોલ અને ડીઝલ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 મંગળવારેહરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે પણ ગૃહ પ્રધાન અનિલ વિજ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્ય સરકારના સતત સંપર્કમાં છે. તેમણે મુખ્યમંત્રી ખટ્ટર સાથે બે વખત ફોન પર વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને તેમને તમામ પ્રકારના સહકારની ખાતરી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે નુહમાં પણ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે અને કેટલીક જગ્યાએ કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. લગભગ 44 FIR નોંધવામાં આવી છે અને 70 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
 ઉલ્લેખનીય છે કે  સોમવારે બપોરે નુહમાં મંદિર તરફ જતી ધાર્મિક સરઘસ પર હુમલા સાથે શરૂ થયેલી સાંપ્રદાયિક અથડામણ બાદ તેની ્સર આસપાસના ગામોમાં જોવા મળી રહી છે જેને લઈને સોહનામાં આજે શઆળાઓ બંઘ રાખવાનો નિર્મય લેવામાં આવ્યો છે.