Site icon Revoi.in

વીરપુરમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 223મી જન્મજયંતીની ઉજવણીનો જોરદાર માહોલ

Social Share

વીરપુર :સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે તા.31 ઓક્ટોબરના રોજ છે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ હાલ કોરોના મહામારી નહિવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, વીરપુરમાં પૂજ્ય જલાબાપાની 223મી જન્મજયંતિ ઉજવવા ભાવિકો તથા વીરપુર વાસીઓમાં અનેરો થનગાટ જોવા મળી રહ્યો છે,પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવણીના ભાગ રૂપે વીરપુરની બજારોમા રંગબેરંગી લાઈટીંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે તો વીરપુર વાસીઓ પણ પોતાના ઘર, હોટેલો,દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કરાયા છે,જલારામ જયંતિ ને દિવસે દરેક ઘર તથા આંગણે રંગોળીની સજાવટ ,આસોપાલવના તોરણથી સજાવટ કરવામા આવશે.

આગામી સોમવારે બાપાની જન્મજયંતિને લઈને વીરપુર જલારામબાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે 250 વધુ સ્વયંમ સેવકો પૂજ્ય બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપશે તેમજ પૂજ્ય બાપાની જન્મજયંતિ નિમિતે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ યોજાશે,વીરપુરમાં ઘેરઘેર રંગોળીઓ તેમજ વીરપુરના અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કરાશે,પૂજ્ય બાપાની જન્મજયંતિ ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામના સમરથ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિ હોવાથી વીરપુરના સેવાભાવી ગ્રુપના રવિ ગોટેચા,સંજયભાઈ ઠુંગા,પ્રશાંત વઘાસીયા સહિતના યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે આ શોભાયાત્રા વીરપુરના મુખ્ય મીનળવાવ ચોકથી યોજાશે તેમજ આ શોભાયાત્રા વીરપુરના મુખ્ય માર્ગો ઉપર નીકળશે, આ શોભાયાત્રામાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાના ધજાના રંગનો 223 કિલોની કેક ધરાવામાં આવશે તે કેક પ્રસાદ રૂપે ભાવિકોને આપવામાં આવશે.