Site icon Revoi.in

વાયરલ વિડીયો: મેટ્રોએ બાળકને સીધું ઘરે ડ્રોપ કર્યું,શું આવા હશે Future Homes? 

Social Share

આજનો યુગ વિજ્ઞાનનો યુગ છે.જ્યારે આપણે પાછું વળીએ છીએ, ત્યારે આપણને જાણવા મળે છે કે વિજ્ઞાને આપણને ઘણું બધું આપ્યું છે.એવી-એવી શોધ થઈ છે, જે કોઈ ચમત્કારથી ઓછી નથી.આ વિજ્ઞાનનો ચમત્કાર છે કે વ્યક્તિ ભારતથી હજારો માઈલ દૂર અમેરિકા થોડા કલાકોમાં પહોંચી શકે છે.આ વિજ્ઞાનની ભેટ છે જેના કારણે આજે માણસ મંગળ પર પહોંચ્યો છે.અત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જે જણાવે છે કે ભવિષ્યમાં ઘરો કેવા હશે ?.  ટ્વિટર પર શેર કરવામાં આવેલ આ વીડિયો જોઈને તમે રોમાંચિત થઈ જશો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સોફા પર બેસી મોબાઈલ ચલાવી રહી છે,ત્યારે ફર્શનો અડધો ભાગ સ્લાઈડ થાય છે અને નીચેથી મેટ્રો ટ્રેન આવતી દેખાય છે. ઘરની નીચે દોડતી મેટ્રો જોઈને તમે દંગ રહી જશો.પરંતુ તેનાથી પણ વધારે તમને આ વસ્તુ જોઈને નવાઈ લાગશે, જ્યારે તમે બાળકને મેટ્રોમાંથી સિલિન્ડરના બોક્સમાંથી બહાર નીકળતા અને સીધા ઘર તરફ આવતા જોશો.મતલબ કે મેટ્રોએ બાળકને સીધું ઘરે ડ્રોપ કરી  દીધું છે.અત્યાર સુધી તમારે મેટ્રોમાં જવા માટે સ્ટેશન જવું પડતું હતું, પરંતુ આ વીડિયો જોઈને લાગે છે કે,આવનારા સમયમાં લોકો મેટ્રોથી સીધા જ પોતપોતાના ઘરે ઉતરી જશે.તે જોવું એટલું જ રસપ્રદ છે જેટલું તે રોમાંચક છે.

જો કે તેને ગ્રાફિકલી ડિઝાઈન કરવામાં આવી છે, પરંતુ લોકો જે રીતે વિચારી રહ્યા છે તે જોતા ભવિષ્યમાં આવુ કંઈક જોવા મળી શકે છે. કારણ કે, ચીનમાં એક રેલ્વે ટ્રેક પણ છે, જે રહેણાંક મકાનમાંથી પસાર થાય છે. આ ટ્રેક ચોંગકિંગની એક બિલ્ડિંગમાંથી પસાર થાય છે, જેને માઉન્ટ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ અદ્ભુત વીડિયો ટ્વિટર પર @TansuYegen હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 12 સેકન્ડની આ ક્લિપ ઈન્ટરનેટ જગતમાં ભારે ખળભળાટ મચાવી રહી છે.