Site icon Revoi.in

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો, ડાન્સમાં ઓવરએક્ટિંગ કરી તો તે પડી ગઈ ભારે

Social Share

સોશિયલ મીડિયામાં અવાર નવાર એવા વીડિયો જોવા મળતા હોય છે કે જેને જોઈને ક્યારેક લોકો કહે કે ‘વાહ..’ અને ક્યારેક લોકો કહે કે ‘અરેરે આવું તો કરાતું હશે.?’. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે ત્રણ લોકો સ્ટેજ પર ડાન્સ કરે છે કે સ્ટંટ કરે છે તે જ ખબર પડતી નથી.

વીડિયો જોવા મળે છે કે સ્ટેજ પર બે છોકરાઓ ડાન્સ કરી રહ્યા છે, આ દરમિયાન ત્રીજો છોકરો ત્યાં આવે છે અને હવે ત્રણેય મળીને ત્યાં હાજર લોકોને ઈમ્પ્રેસ કરવા માટે અનોખા ડાન્સ સ્ટંટ બતાવવાનો પ્રયાસ કરે છે. આ માટે પહેલા છોકરાએ બંનેને હવામાં ઊંચકી લીધા અને ગોળ-ગોળ ફરવા લાગ્યા કે ત્યારે જ સંતુલન બગડ્યું અને એક છોકરો લોકોની વચ્ચે જઈ પડ્યો.

https://www.instagram.com/reel/CZWAsoxIPST/?utm_source=ig_embed&ig_rid=2d1a5e63-fd55-4c34-8f62-2fed9bb98341

આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં લોકોએ તેને પસંદ કર્યો છે.