Site icon Revoi.in

વિશ્વમાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારો ચોથો સફળ કેપ્ટન બન્યો વિરાટ કોહલી

Social Share

દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મળતાની સાથે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી દુનિયાના ચોથા સૌથી સફળ કેપ્ટન બની ગયો છે. આ ટેસ્ટમાં અન્ય કેટલાક રેકોર્ટ પણ તોડી નાખ્યાં છે. 2021માં આઠમી ટેસ્ટી જીતનારી ટીમ ઈન્ડિયા સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકાને હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની હતી. અત્યાર સુધી કોઈ એશિયન ટીમ અહીં દક્ષિણ આફ્રિકાને હરાવી શકી ન હતી. આ પહેલા દક્ષિણ આફ્રિકા અહીં માત્ર બે ટેસ્ટ હાર્યું હતું. દક્ષિણ આફ્રિકા આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 26 ટેસ્ટ રમ્યું છે જેમાંથી 21માં જીત મળી હતી. જ્યારે ત્રણ મેચ ડ્રો રહી હતી.

દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટેસ્ટ મેચમાં હરાવ્યાં બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી વિશ્વનો ચોથો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીએ ટેસ્ટ કેપ્ટન તરીકે અત્યાર સુધી 40 ટેસ્ટ મેચ જીતી છે. તે આવું કરનાર પ્રથમ એશિયન કેપ્ટન પણ બની ગયો છે. દક્ષિણ આફ્રિકાનો ગ્રીમ સ્મિથ 53 ટેસ્ટ મેચ જીતીને આ યાદીમાં પ્રથમ ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 48 ટેસ્ટ જીતીને બીજા નંબર પર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વોએ કેપ્ટન તરીકે 41 ટેસ્ટ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાની ધરતી પરઆ  ચોથી વખત ટેસ્ટ જીતી છે. આ પહેલા 2006 અને 2010માં ટીમ ઈન્ડિયાએ ડરબનમાં જીત મેળવી હતી. આ પછી ભારતે કોહલીની કેપ્ટન્સીમાં વર્ષ 2018માં જોહાનિસબર્ગમાં ટેસ્ટ જીતી હતી. ટેસ્ટ કેપ્ટન તરીકે દક્ષિણ આફ્રિકા સામે કોહલીની આ આઠમી જીત હતી. આમ કોહલીએ રિકી પોન્ટિંગની બરાબરી કરી લીધી છે. પોન્ટિંગે દક્ષિણ આફ્રિકા સામે 12 ટેસ્ટ મેચમાં આઠ જીત મેળવી હતી. કોહલીએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને હવે દક્ષિણ આફ્રિકા સામે બે-બે ટેસ્ટ મેચ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે એકમાત્ર ભારતીય કેપ્ટન છે.