Site icon Revoi.in

એક રિસર્ચ મુજબ વિટામીન ડી કોરોના સામે રક્ષણ આપે છે-વિટામીન ‘ડી’ જ્યા ખુબ પ્રમાણમાં છે તેવા દેશમાં કોરોનાનું સંક્રમણ ઓછું

Social Share

સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.કોરોનાને લઈને અનેક રસીઓ શોધવામાં આવી રહી છે કેટલીક રસીઓનું માનવ પરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે ,જોકે હજી સુધી કોઈ ચોક્કસ પરીણામ મળી રહ્યું નથી અને જો રસીનું માનવ પરિક્ષણ દરેક તબક્કે સફળ રહે તો પણ આ રસીને માર્કેટમાં આવતા અંદાજે 6 મહિના જેટલો સમય વીતી જ જશે,ત્યારે હવે વિટામીન ડી ને લઈને એક સંશોધન કરવામાં આવ્યું છે જેનો સીધે સીધો સંબંધ કોરોના સાથે છે,તો ચાલો જાણીએ શું છે વિટાનમીન ડીને કોરોના સાથે લેવાદેવા.

આ સમગ્ર રિસર્ચ  બાબતે આર્યલેન્ડની એક મેડિકલ જર્નલમાં પ્રકાશીત થયેલા રિપોર્ટમાં સંશોધન કરતા લોકોએ એવો દાવો કર્યો છે કે, વિશ્વમાં જે તે દેશના લોકોમાં વિટામીન ડી ની માત્રા સોથી વધુ પ્રમાણમાં હોય છે તેવા વિસ્તારોમાં કોરોનાનુ સંક્રમણ ખુબ જ ઓછા પ્રમાણમાં જોવા મળી રહ્યું છે,તે સાથે મોત પણ નહીવત લોકોના થયા છે, તેથી વિશેષ એ કે જ્યા વિટામીન ડી ની ખુબ જ માત્રામાં ઉણપ છે તેવા દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે.

આ બાબતે દાવો કરતા ઉદાહરણ આપતા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે,નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન એ પ્રકારના દેશો છે,કે જ્યાં વિટામીન ડી ખુબ જ માત્રામાં છે અને જેના કારણે કોરોના સામે રક્ષણ આપવાનું કામ વિટાનમીન ડી એ કર્યું છે,અહી કોરોનાના કારણે મરનારાઓની સંખ્યા પણ ખુબ જ ઓછી છે.

પ્રકાશીત કરવામાં આવેલા રિસર્ચ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યુરોપના દેશો જેવા કે, સ્પેન, ઈટાલી, ફ્રાંસ, બ્રિટન તથા ભારત અને અમેરિકામાં વસતા લોકોમાં આ ફાયદાકારક વિટામીન ડી ની મોટા પ્રમાણમાં ઉણપ હોય છે.જેના કારણે તેઓ કોરોના સામે લડવાની ક્ષમતા વધારી શકતા નથી પરિણામે કોરોનાના કારણે મોતનો આકંડો ઊંચો જઈ રહ્યો છે

આ સંશઓધનકારો એ વર્ષ 1999ની સમગ્ર માહિતીનો ઉપયોગ કરીને કયા ક્યા દેશના લોકોમાં વિટામીન ડી નું પ્રમાણ કેટલુ હોય છે તે જાણવાના પ્રયત્નો કર્યા છે,જેથી તેઓનું માનવું છે કે,એશિયાના અને અશ્વેત લોકોમાં આ ફઆયદા કારક વિટામીન ડી ની બહુ ઉણપ છે.

સામાન્ય રીતે આપણે સૌ કોઈ તડકામાં રહેતા હોઈએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે સુર્ય પ્રકાશમાંથી મળતો કુદરતી વિટામીન ડી આપણા શરીરને મજબુત બનાવે છે,ત્યારે રિસર્ચ કરનારાઓ એ જે દેશોનું વર્ણન કર્યું છે તે એવા દેશો છે કે, જ્યા કુદરતી રીતે સુર્ય પ્રકાશ આવતો હોય છે,જેથી તેમનું માનવું છે કે ત્યાના લોકોમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે.

સાહીન-