Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચુંટણી માટે મતદાન શરૂ – છત્તીસગઢમાં બીજા તબક્કાના મતદાનનો આરંભ , પીએમ મોદી એ મતદાન કરવાની કરી અપીલ

Social Share
ભોપાલ – આજ રોજ  મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે આજે એટલે કે 17મી નવેમ્બરે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે કમલનાથ અને દિગ્વિજય સિંહ જેવા દિગ્ગજ કોંગ્રેસી નેતાઓનું ભવિષ્ય દાવ પર પાજોવા મળી રહ્યું  છે. સાથે જ ભાજપના કેન્દ્રીય મંત્રીઓ અને ચાર સાંસદોના રાજકીય ભવિષ્ય માટે પણ આ ચૂંટણી મહત્વની બની રહેશે.
બીજી તરફ આજે 17મી નવેમ્બરે બીજા તબક્કા હેઠળ છત્તીસગઢની 70 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. ગારિયાબંદ જિલ્લાની બિન્દ્રાનવાગઢ સીટ સિવાય અન્ય તમામ સીટો પર સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી ચૂંટણી યોજાશે. 
છત્તીસગઢમાં બીજા તબક્કામાં રાજ્યના કુલ 1 કરોડ 63 લાખ 14 હજાર 479 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 81 લાખ 41 હજાર 624, મહિલા મતદારોની સંખ્યા 81 લાખ 72 હજાર 171 અને 684 ત્રીજા લિંગના મતદારોનો પણ સમાવેશ થાય છે. જેમાં 1 થર્ડ જેન્ડર ઉમેદવાર સહિત 958 ઉમેદવારો મેદાનમાં રહેશે, જેમાંથી 827 પુરુષ, 130 મહિલા અને 1 થર્ડ જેન્ડર ઉમેદવાર છે.
પીએમ મોદી એ મતદાન કરવા કરી અપીલ 
https://twitter.com/narendramodi/status/1725326131493240848?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1725326131493240848%7Ctwgr%5Effcd02fa3404b59d478ed4d0e08305520a72e366%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.amarujala.com%2Flive%2Fmadhya-pradesh%2Fbhopal%2Fmp-election-2023-voting-live-madhya-pradesh-vidhan-sabha-chunav-polling-on-230-assembly-seats-news-in-hindi-2023-11-17
તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, આજે મધ્યપ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. મને વિશ્વાસ છે કે રાજ્યના દરેક ક્ષેત્રના મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરશે અને લોકશાહીના આ મહાન તહેવારની સુંદરતામાં વધારો કરશે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની તમામ 230 વિધાનસભા બેઠકો અને છત્તીસગઢમાં બીજા તબક્કાની 70 બેઠકો માટે  મતદાન યોજાશે.  મધ્યપ્રદેશમાં વિધાનસભાની 230 બેઠકો ઉપર 252 મહિલાઓ સહિત કુલ બે હજાર 533 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
આ સાથેજ છત્તીસગઢમાં બીજા તબક્કાના 70 બેઠકોની આવતીકાલે યોજાનારી ચૂંટણી માટે 18 હજાર 800થી વધુ મતદાન મથકો ઉભા કરાયા છે. આ પૈકી 700 મતદાન મથકોમાં ચૂંટણી કર્મચારીઓ તરીકે મહિલાઓ રહેશે.
છત્તીસગઢમાં સવારના આઠથી સાંજના પાંચ સુધી જ્યારે નવ મતદાન મથકોમાં સવારના સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી મતદાન યોજાશે. 70 બેઠકો પર 985 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસે તમામ 70 બેઠકો ઉપર ઉમેદવારો ઉભા રાખ્યા છે. સલામતીની વ્યવસ્થા સઘન બનાવવા સ્થાનિક પોલીસો ઉપરાંત કેન્દ્રીય સલામતી દળના જવાનોને ગોઠવવામાં આવ્યા છે