Site icon Revoi.in

પશ્ચિમ બંગાળથી ચાર મહિનામાં 100 કિમીનો પ્રવાસ ખેડી વાઘ બાંગ્લાદેશ પહોંચ્યો

Social Share

દિલ્હીઃ વાઘના કુદરતી નિવાસસ્થાન તરીકે જાણીતા સુંદર વનનો વાઘ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશ પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે. પશ્ચિમ બંગાળના વન વિભાગે સુંદરવનના એક વાઘને રેડિયોકોલર લગાવ્યું હતું. દરમિયાન આ વાઘ ચાર મહિનામાં લગભગ 100 કિમીનું અંતર કાપીને બાંગ્લાદેશની સીમામાં પ્રવેશ કરી લીધો હોવાનું જાણવા મળે છે.

વનવિભાગના જણાવ્યા અનુસાર નર વાઘને ગત વર્ષ ડિસેમ્બર માં રેડિયો કોલર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે બાંગ્લાદેશ તરફના વન વિસ્તારમાં જોવા મળે છે. આ વાઘને બશીરહાટ રેંજમાં હરિખલી પડાવ નજીક હરિનભંગા જંગલમાંથી પકડવામાં આવ્યો હતો ત્યાર પછી તેને ૨૮ ડિસેમ્બરના રોજ સેટેલાઇટ કોલર સાથે છોડી દેવામાં આવ્યો હતો. ભારતની તરફની તેની ગતિ થોડાક દિવસો જોવા મળી હતી. તેના થોડાક દિવસ પછી બાંગ્લાદેશ તરફના સુંદરવનમાં તલપટ્ટી દ્વીપમાં પ્રવેશની શરુઆત કરી હતી. આ દરમિયાન વાઘે છોટો હરિખલી, બોરો હરિખલી અને રાય મંગલ જેવી નદીઓ પાર કરી હતી. ચાર મહિનાઓના ગાળામાં રેડિયો કોલરે સિગ્નલ ચાલું હતા

.છેલ્લે 11 મે પછી કોલરે સિગ્નલ આપવાનું બંધ કર્યુ હતું. જો કે ગેજેટમાં એક સેન્સર પણ લગાવેલું છે જો વાઘનું મુત્યુ થાય તેવા સંજોગોમાં તેની પણ ખબર પડી જાય છે. રેડિયો કોલર વાઘના ગળામાંથી નિકળી ગયું હોય એવું પણ બની શકે છે અથવા તો પાણીમાં પડીને ખરાબ થઇ ગયું હોય એવું બની શકે છે.