Site icon Revoi.in

મનની ઈચ્છા પૂર્ણ કરવી છે? તો દિવાળીમાં દક્ષિણ ભારતમાં આવેલા આ મંદિરની લો મુલાકાત

Social Share

આપણે સૌ કોઈ જ્યારે પણ કોઈ મનની ઈચ્છા કે મનોકામના પૂર્ણ કરવી હોય ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ, ભારતમાં અનેક દેવી દેવતાઓના એવા મંદિર છે કે જ્યાંથી આજ સુધી કોઈ ખાલી હાથે પરત ફર્યું નથી. તો આવામાં જો વાત કરવામાં આવે માતા લક્ષ્મીના મંદિરની તો આ વખતે દિવાળીમાં દક્ષિણ ભારતમાં સ્થિત માતા લક્ષ્મીના આ મંદિરની મુલાકાત જરૂરથી કરો.

જાણકારી પ્રમાણે દક્ષિણ ભારતમાં હાજર કોઈપણ પવિત્ર અને સૌથી પ્રસિદ્ધ લક્ષ્મી મંદિરનું નામ લેવામાં આવે તો શ્રીપુરમ સુવર્ણ મંદિરનું નામ ચોક્કસપણે પ્રથમ લેવામાં આવે છે. આ મંદિર તમિલનાડુના વેલ્લોર શહેરમાં આવેલું છે. તે વિશ્વ પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે.

આ મંદિરની ખાસિયત એ છે કે શ્રી અષ્ટલક્ષ્મી મંદિર દક્ષિણ ભારત તેમજ ભારત માટે ખૂબ જ વિશિષ્ટ અને પવિત્ર મંદિર છે. આ પવિત્ર મંદિર ચેન્નાઈમાં ઈલિયટ બીચ પાસે દરિયાકિનારે આવેલું છે.

શ્રી અષ્ટલક્ષ્મી મંદિર દેવી લક્ષ્મીને સમર્પિત છે અને તેના આઠ સ્વરૂપો – અષ્ટલક્ષ્મી, એટલે કે સંપત્તિના તમામ સ્વરૂપો માટે પ્રખ્યાત છે. કહેવાય છે કે જે કોઈ સાચા મનથી અહીં દર્શન કરવા આવે છે તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ઘણા ભક્તો ધન, સંતાન અને સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીના દર્શન કરવા આવે છે. ધનતેરસના અવસરે લાખો ભક્તો દર્શન કરવા આવે છે.

જો કે ઉલ્લેખનીય છે કે, દિવાળી દેશભરના મોટા તહેવારોમાંનો એક તહેવાર છે. જેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. આ વર્ષે દિવાળીનો પવિત્ર તહેવાર 12 નવેમ્બરે દેશભરમાં ઉજવવામાં આવશે. દિવાળીના ખાસ અવસર પર લગભગ દરેક ભારતીય ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે, જેથી ધનની પ્રાપ્તિ થાય અને માતાના આશીર્વાદ જળવાઈ રહે. એટલા માટે ઘણા લોકો દિવાળીના ખાસ અવસર પર દેવી લક્ષ્મીના મંદિરમાં પૂજા કરવા જતા હોય છે.