Site icon Revoi.in

ઘૂંટણની કાળાશને દૂર કરવી છે? તો અપનાવો આ સરળ ઉપાય

Social Share

સ્ત્રીઓ પોતાની સુંદરતાને જાળવી રાખવા માટે અનેક પ્રકારની કાળજી રાખતી હોય છે. એવુ કહેવામાં પણ આવે છે કે સ્ત્રીઓ દરેક વસ્તુ સાથે બાંધછોડ કરી શકે પણ પોતાની સુંદરતાની સાથે કોઈ પણ ભોગે બાંધછોડ કરતી નથી, આવામાં જે સ્ત્રીઓને ક્યારેક પોતાના ઘૂંટણની કાળાશને લઈને પણ શરમ આવતી હોય છે. જે સ્ત્રીઓને આ સમસ્યા હોય તે કેટલાક સરળ ઉપાયનો ઉપયોગ કરીને પણ તેને દુર કરી શકે છે.

જાણકારોના કહેવા પ્રમાણે એક બાઉલમાં 1 થી 2 ચમચી ચોખાનો લોટ લો. તેમાં થોડું કાચું દૂધ ઉમેરો. આ બંનેને મિક્સ કરો. આ મિશ્રણને બંને ઘૂંટણ પર લગાવો. હવે ઘૂંટણની થોડીવાર મસાજ કરો. તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો. તમે અઠવાડિયામાં 2 થી 3 વખત આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.

આ ઉપરાંત એક બાઉલમાં 1 થી 2 ચમચી ખાંડ લો. તેમાં લીંબુનો રસ લો. તેમાં થોડું પાણી નાખો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. આ પેસ્ટને ઘૂંટણ પર લગાવો. આનાથી ત્વચાને એક્સફોલિએટ કરો. ગોળ ગતિમાં મસાજ કરો. થોડા સમય માટે આનાથી ત્વચાને એક્સફોલિએટ કરો. તે પછી ત્વચાને સાદા પાણીથી ધોઈ લો.

ઉલ્લેખનીય છે કે લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.