Site icon Revoi.in

જુઓ VIDEO: ધારી-અમરેલી માર્ગ ઉપર 11 સિંહ-સિંહણ અને સિંહબાળ આરામથી પસાર થયા

11 lions, lionesses and lion cubs

11 lions, lionesses and lion cubs

Social Share

અમરેલી, 3 ફેબ્રુઆરી, 2026 – 11 lions, lionesses and lion cubs – સૌરાષ્ટ્રમાં ધારી-અમરેલી માર્ગ ઉપર એક અસાધારણ દૃશ્ય જોવા મળ્યું હતું. અહીં એક સાથે 11 સિંહ, સિંહણ અને સિંહબાળ એક તરફથી બીજી તરફ રસ્તો પસાર કરતા જોવા મળ્યા હતા.

આ ઘટનાનો વીડિયો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ શૅર કર્યો છે.

વીડિયો શૅર કરતા મંત્રીએ લખ્યું છે કે, ધારી-અમરેલી હાઈવે પર 11 સિંહ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક અટકી ગયો હતો. સિંહનું આ જૂથ શાંતિ અને સલામતીથી પસાર થઈ શકે તે માટે વન વિભાગના કર્મચારીઓએ ચાંપતી નજર રાખી હતી. તેમણે ગૌરવપૂર્વક લખ્યું કે, ભારતના અમૂલ્ય વન્ય જીવોનું પૂરી પ્રતિબદ્ધતા સાથે સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે.

જુઓ વીડિયો…

Exit mobile version