Site icon Revoi.in

અમદાવાદમાં વરસાદી સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું

Social Share

અમદાવાદઃ શેહરમાં ચોમાસાના વિધિવત પ્રારંભ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. જો કે, તા. 6 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ હવે શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું હતું. જેથી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. મેલેરિયા અને ડેન્ગ્યુના 81 તથા ઝાળા-ઉલ્ટી, કમળા અને ટાઈફોઈડના 1150થી પણ વધારે કેસ નોંધાયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં શરદી-તાવ, ઝાડા ઉલ્ટી સહિતના કેસમાં વધારો થયો છે. દરમિયાન શહેરમાં સાદા મેલેલિયાના લગભગ 56 અને ડેન્ગ્યુના લગભગ 25 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાના બે કેસ સામે આવ્યાં હતા. જ્યારે પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો થયો છે. ઝાડા-ઉલ્ટીના 755, કમળાના 132 અને ટાઈફોઈડના 297 જેટલા કેસ નોંધાયાં હતા. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ રોગચાળાને કાબુમાં લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. AMCના તંત્રએ વિવિધ શૈક્ષણિક સંસ્થા અને બાંધકામ સાઈટ પર તપાસ હાથ ધરી છે. તો કેટલાક સ્થળે મચ્છરોના લાર્વા મળી આવતા કેટલાક યુનિટ સીલ કરી દેવાયા છે. તો અન્ય સ્થળે ફોગિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.