Site icon Revoi.in

ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું: ઝેલેન્સ્કી

Social Share

દિલ્હી: રશિયા દ્વારા અત્યારે જે રીતે યુક્રેની હાલત કરવામાં આવી છે તેને તો કોઈ કદાચ હવે ભાગ્ય જ ભૂલી શકે. યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા તમામ દેશ પાસેથી મદદ માંગવામાં આવી રહી છે પરંતુ કોઈ દેશ હથિયાર સિવાય કઈ આપવા તૈયાર નથી અને આખરે કંટાળીને યુક્રેનના રાષ્ટ્રપતિ દ્વારા કહેવામાં આવ્યું કે વિશ્વમાં ત્રીજી વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે.

રશિયા દ્વારા સિટી મારિયુપોલમાં એક થિયટરને આર્ટિલરી હુમલો કરી તોડી પાડયું હતું. કામચલાઉ આશ્રય સ્થાન બનાવાયેલા આ થિયેટરમાં સેંકડો લોકોએ આશરો લીધો હતો અને આ હુમલામાં બાળકો સહિત 1200થી વધુ લોકો માર્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે તેમ યુક્રેનના સત્તાવાળાઓએ જણાવ્યું હતું. મારિયુપોલની સિટી કાઉન્સિલે રશિયન હુમલા પથી તૂટી પડેલા ત્રણ માળના થિયેટરના એક ભાગની તસવીર જાહેર કરી હતી.

રશિયાની વધતી આક્રમક્તા વચ્ચે અમેરિકા અને બ્રિટને યુક્રેનને વધુ એન્ટી-એરક્રાફ્ટ સિસ્ટમ અને ડ્રોન આપવાની જાહેરાત કરી છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી અનેક વખત ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી અપાઈ ચૂકી છે ત્યારે યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું કે, ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે. રશિયન હુમલામાં 100થી વધુ બાળકોના જીવ બચાવી શક્યો નથી એ ખૂબ નિરાશાજનક છે.

યુક્રેનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, તેમણે યુક્રેન પર આક્રમણ કરનાર રશિયાના ત્રીજા ભાગના સૈન્યનો ખાતમો બોલાવ્યો છે. તેણે અત્યાર સુધીમાં રશિયાના 14000 સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા છે. વધુમાં રશિયાના 86 એરક્રાફ્ટ, 108 હેલિકોપ્ટર્સ અને 444 ટેન્કો તોડી પાડયા છે. આ સિવાય તેણે રશિયાની 43 એન્ટી એરક્રાફ્ટ વોરફેર સિસ્ટમ, 3 જહાજ, 864 ગાડીઓ, 201 આર્ટીલરી પીસ, 1455 બખ્તરબંધ ગાડીઓ, 10 વિશેષ ઉપકરણોનો પણ નાશ કર્યો છે.

Exit mobile version