Site icon Revoi.in

ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની અમારી પાસે ઐતિહાસિક તક – ઓસ્ટ્રેલિયાના પીએેમ

Social Share

 

દિલ્હીઃ- ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે વિતેલા દિવસે આવ્યા છએ તેમણ ેગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમની પણ મુલાકાત લીઘી હતી અને હોળીના રંગોથી રંગાયા હતા તેમણે હોળઈનો પ્રવ મનાવ્યો હતો આ સાથે જ તેમણે ભારત સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાની વાત કરી હતી.

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે વિતેલા દિવસે  જણાવ્યું હતું કે તેઓ એવા સમયે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવાની રાહ જોઈ રહ્યા છે જ્યારે વેપાર, સુરક્ષા અને લોકો વચ્ચેના સંપર્કો મહત્વપૂર્ણ છે. આ ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિ થઈ રહી છે.

. વડાપ્રધાન તરીકે અલ્બેનીઝની આ પ્રથમ ભારત મુલાકાત હશે. તેમણે એક નિવેદનમાં કહ્યું, “આ એક મહત્વપૂર્ણ મુલાકાત છે. વડાપ્રધાન મોદી સાથે આ મારી ચોથી મુલાકાત હશે. વડા પ્રધાન તરીકે મેં સૌથી પહેલું કામ ગયા વર્ષે ક્વાડ લીડર્સની બેઠકમાં હાજરી આપવા ટોક્યો જવાનું કર્યું હતું. ઓસ્ટ્રેલિયા અને ભારત ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર છે. અમને આર્થિક સંબંધો સુધારવામાં રસ છે.
 ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનગુરુવારે મુંબઈની મુલાકાત લેશે અને તે જ દિવસે દિલ્હી પહોંચશે. અલ્બેનીઝે ટ્વિટ કર્યું, “આ મુલાકાત ભારત સાથેના અમારા સંબંધોને વધુ ગાઢ બનાવવા અને અમારા ક્ષેત્રમાં સ્થિરતા અને પ્રગતિ માટે બળ બનવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. જ્યારે આપણા ક્ષેત્રમાં પ્રગતિ અને ગતિશીલતા છે ત્યારે ભારત સાથેના સંબંધોને મજબૂત કરવાની અમારી પાસે ઐતિહાસિક તક છે.