Site icon Revoi.in

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં આકરા ઉનાળા સાથે વાતાવરણ પલટાશે, માવઠાની પણ શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી કાળઝાળ ગરમીના આગાહી કરવામાં આવી છે. અને તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. જ્યારે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે, જ્યારે બીજીબાજુ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા મુજબ એપ્રિલ મહિનામાં બીજા સપ્તાહમાં માવઠાની શક્યતા છે. સાથે જ આંધી વંટોળ પણ ફુંકાશે.

હવામાનની આગાહીકાર અંબાલાલ પટેલએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં એપ્રિલ મહિનાના બીજા સપ્તાહમાં વાતાવરણમા પલટો આવશે. અને માવઠા સાથે આંધી વંટોળ ફુંકાવાની શક્યતા છે. એપ્રિલ માસથી પ્રી-મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠું પડી શકે છે. એપ્રિલના ત્રીજા સપ્તાહથી ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. મે માસમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફંકાશે.

તેમણે જણાવ્યું હતું કે,  દેશમાં પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 2 એપ્રિલ અને 5 એપ્રિલના રોજ  બે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, જેના કારણે હવામાન બદલાશે. 3 એપ્રિલથી 6 એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.  આ સિવાય પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ 3 થી 5 એપ્રિલ વચ્ચે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે.અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમમાં 31 માર્ચથી 4 એપ્રિલની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યકા છે.

તેમણે ઉમેર્યું હતું કે,  ગુજરાતમાં એપ્રિલના બીજા સપ્તાહમાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. માવઠા સાથે વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે. એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણ પણ વધારો થશે. 20 એપ્રિલથી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. તો મે માસમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધતા લૂ ફૂંકાશે. એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. હાલ તો ઉત્તર ભારતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે. પરંતું એપ્રિલની શરૂઆત થતા જ વાતાવરણ ફરીથી પલટાઈ જશે. આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું જશે.