Site icon Revoi.in

બોલિવૂડના જાણીતા અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી સાઉથની ફિલ્મમાં જોવા મળશે

Social Share

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દદીકી કોઈની ઓળખના મોહતાજ નથઈ, શાનદાર એક્ટિંગ માટે તેઓ બોલિવૂડમાં જાણીતા છે ત્યારે હવે તેઓ સાઉથની ફિલ્મોમાં કામ કરવા જઈ રહ્યા છએ આ માટે તેમણે જાહેરાત પણ કરી દીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે નવાઝુદ્દીન સિદ્દીકી  એ શનિવારે સુપરસ્ટાર વેંકટેશ સાથે તેની તેલુગુ ડેબ્યૂ ફિલ્મ ‘સૈંધવ’ની જાહેરાત કરી હતી. નવાઝુદ્દીને ટ્વિટર પર ઘણા ફોટો  શેર કરીને આ સમાચાર આપ્તીયા છે. શૈલેષ કોલાનુ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી અને નાગા ચૈતન્ય પણ જોવા મળશે.

વઝુદ્દીન સિદ્દીકીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘સૌથી વધુ મહેનતુ વ્યક્તિ વેંકટેશ દગ્ગુબાતીની 75મી ફિલ્મ ‘સૈંધવ’ સાથે કામ કરવું અદ્ભુત છે. આ ફિલ્મનું નિર્માણ શૈલેષ કોલાનુ કરી રહ્યા છે. તેલુગુમાં પદાર્પણ કરવા તરફ.
આ સાથે જ તાજતરમાં  જ શૈલેશે ટ્વિટર પર નવાઝુદ્દીન સાથેનો એક ફોટો શેર કર્યો છે. તેણે લખ્યું, ‘આપણા દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક નવાઝુદ્દીન સિદ્દીકીને મળીને ઉત્સાહિત છું.
નવાઝુદ્દીન સિદ્દીકીએ વેંકટેશ, રાણા દગ્ગુબાતી અને નાગા ચૈતન્ય અને અન્ય લોકો સાથે ફિલ્મના સેટ પર પોઝ આપ્યો હતો. આ સાથે જ નવાઝુદ્દીને ભગવાન હનુમાનની ફોટો ફ્રેમ સામે પ્રાર્થના કરી હતી.