Site icon Revoi.in

જાણીતા ક્રિકેટર જસપ્રીત બુમરાહના ઘરે કિલકારીઓ ગુંજી- દિકરાનો થયો જન્મ

Social Share

દિલ્હીઃ- ક્રિકેટ જગતમાંથી એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે મશહુર ક્રિકેટર જસપ્રિત બુમરાહના ઘરે કિલકારીઓ ગુંજી છે પત્નિ સંજનાએ દિકરાને જમ્ન આપ્યો છે જસપ્રિત બુમરાહ પિતા બની ગયા છે સોસિયલ મીડિયા પર સૌ કોઈ તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત એ વાત જાણીતી છે કે  સંજના અને બુમરાહ પહેલીવાર માતા-પિતા બન્યા છે. જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને પિતા બનવાની જાણકારી આપી હતી.
બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેની પત્ની સંજના અને પુત્રનો હાથ તેના હાથમાં દેખાઈ રહ્યો છે. આ ફોટો શેર કરતાં બુમરાહે લખ્યું, “અમારું નાનું કુટુંબ વિકસ્યું છે અને અમારું હૃદય આપણે ક્યારેય વિચારી પણ ન શકીએ તેના કરતાં વધુ ભરેલું છે! આજે સવારે અમે અમારા નાના પુત્ર અંગદ, જસપ્રિત બુમરાહનું વિશ્વમાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ ખુશ છીએ .
આ સહીત બિમરાહ  એ  એમ પણ જણાવ્યું કે તેના પુત્રનું નામ અંગદ રાખવામાં આવ્યું છે. બુમરાહ હાલમાં મુંબઈમાં છે અને નેપાળ સામેની મેચમાં રમશે નહીં. પાકિસ્તાન સામેની મેચ બાદ તે શ્રીલંકાથી ભારત પરત ફર્યો હતો. હવે તે એશિયા કપમાં સુપર ફોરની મેચો માટે શ્રીલંકા પરત જશે.
Exit mobile version