Site icon Revoi.in

આ નવરાત્રીમાં તમારા વેસ્ટર્ન કપડાને પણ આપો ટ્રેડિશનલ તડકો,કંઈ રીતે વેસ્ટર્ન કમ ટ્રેડિશનલ ક્લોથવેર સાથે ગરબે ઘૂમશો ,જાણો

Social Share

સાહિન મુલતાનીઃ-

નવરાત્રી અટલે ગરબે ઘીમવાનો અને નવે નદ દિવસ મા અંબાની આરાધના કરવાનો તહેવાર, આરધાના સંગ ગરબે ઘૂમવા ગુજરાતીો દર વર્ષની જેમ આ વર્ષે પણ તૈયાર છે, હા એ વાત અલગ છે કે મોટા મોટા ગ્રાઉન કે ક્લબ કે પછી પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ગરબાનું આયોજન નહી થાય પરંતુ મર્યાદીત સંખ્યામાં શેરી ગરબા યોજાશે, જો કે આ ગરબામાં પણ તમે સજીઢજીને નવરાત્રીની મોજ તો માણી શકો છો.

ઘણા લોકો ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે, ખાસ કરીને નવે નવ દિવસ અવનવા ચણીયાચોળી પહેરીને પોતાને આકર્ષક લૂક આપે છે તો ઘણા લોકો નવરાત્રી દેવા તહેવારમાં પણ ગરબે ઘૂમવા માટે સાદા સિમ્પલ ડ્રેસ અથવા તો વેસ્ટર્ન લૂકને મહત્વ આપે છે.જો તમને સાદા સિમ્પલ વેસ્ટર્ન કપડા પહેરીને પણ નવરાત્રીનો ટ્રેડિશનલ લૂક આપી શકો છો બસ તેના માટે તમારે અગાઉથી કેચલીક કાસ તૈયારીઓ કરવી પડશે, તોચાલો જાણીએ કંઈ રીતે વેસ્ટર્ન કપડા પર નવરાત્રીની રમઝટ જમાવી શકાય છે.

કચ્છી વર્ક વાળી કોટી

જો તમારા પાસે પ્લેન વ્હાઈટ ટીશર્ટ અને બ્લૂ જીન્સ હોય તો તેમાં તમે નવરાત્રીનો લૂક આપી શકો છો.આ માટે ટીશર્ટચ પર તમારે કચ્છી વર્ક વાળી વાળી કોટી કેરી કરવી પડેશે, અને કોટીનો કલર ખાસ કરીને રેડ, મરુન કે બ્લૂ પસંદ કરી શકો છો, આ સાથે જ લોંગ ઓક્સોડાઈઝનો નેકલેસ અને લોંગ ઈયરિંગસ પહેરીને વધુ આકર્ષક દેખાઈ શકો છો.

ટ્રેડિશનલ વર્ક વાળો દુપટ્ટો

જો તમારા પાસે કોટનનું લોંગ અને વર્ક વગરનું ગાઉન હોય અને તમે એ પહેરવા માંગતા હોવ તો તેના સાથે કોન્ટ્રાસમાં તમે એકદમ કચ્છી ટ્રેડિશનલ વર્ક વાળો અને વર્કમાં આભલા હોય તેવો દુપટ્ટો કેરી કરી શકો છો, આ સાથે જ તમે ઈયરિંગસ અને હાથમાંમ કડલા પહેરીને તમારા લૂકને ખાસ બનાવી શકો છો.

લોંગ કચ્છી વર્કની કુર્તી

જો તમને ચણીયા ચોળી ન પહેરવા હોય તો તમે ટ્રેડિશનલ વર્ક વાળી કુર્તી સાથે જીન્સ કે જીન્સની એન્કલ પહેરી સકો છો. આમા તમને ક્મફર્ટેબલ લૂકની સાથે નવરાત્રીમાં તૈયાર થવાની લાગણી પણ થશે. ડ્રેસનો ડ્રેસ અને ભરતકામ વાળી કુર્તીથી અલગ લૂક પણ મળશે.

ટ્રેડિશનલ કેડિયું

જેમ લોકો નવરાત્રીમાં કેડિયું પહેરતા હોય છે તેજ કેડિયું તમે જીન્સ પર પહેરી શકો છો, તેનાથી કમ્ફર્ટ લૂકની સાથે સાથે નવરાત્રીની મજા પણ બે ગણી થશે, તમને ટ્રડિશનલ કપડા પહેર્યો હોય તેમ પણ લાગશે અને વેસ્ટર્ન સાથે ટ્રેડિશનલનો તડકો જામશે.

શોર્ટ ઘેરવાળું ટોપ

આજકરાલ ઘેર વાળું ટોપ ખૂબ પ્રચલીત બન્યું છે, આ પ્રકારના ટોપમાં આભલા વાળી ડિઝાઈન, દોરી વર્ક અને કચ્છી વર્ક પણ જોવા મળે છે તો તમને જો વેસ્ટર્ન કપડાનો શોખ હોય તો ગરબે ઘૂમતા વકતે તમે ઘેરવાળું શોર્ટ ટોપ જીન્સ પર કેરી કરી શકો છો.