Site icon Revoi.in

પશ્ચિમ બંગાળઃ ભારતમાં ઘુસણખોરીનો પ્રયાસ કરતા 9 બાંગ્લાદેશી ઝબ્બે

Social Share

દિલ્હીઃ ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે વિવિધ રાજ્યોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન પશ્ચિમ બંગાળના બશીરહાટના બિથારી-હાકીમપુર ગ્રામ પંચાયતમાં ભારત-બાંગ્લાદેશ તરાલી સરહદ પર બીએસએફના જવાનોએ ચાર મહિલા સહિત 9 બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર 112મી બટાલિયનના જવાનોએ તે સમયે બોર્ડર ગાર્ડ પર પેટ્રોલિંગ કરી કહિ હતી અને તેવામાં આ ઘુસણખોરોને તેને કસ્ટડીમાં લઈ તેની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન અનેક વિસંગતતાઓ પ્રકાશમાં આવી હતી. બીએસએફ જવાનોની તપાસ કર્યા બાદ તેઓએ માન્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

સૈનિકોએ બાંગ્લાદેશીઓને કસ્ટડીમાં લઇને સ્વરૂપનગર પોલીસને હવાલે કર્યા. આ 9 બાંગ્લાદેશીઓના મકાનો જેસોર અને ખુલ્ના જિલ્લાના જુદા જુદા ગામોમાં છે. તેઓ કેમ દેશમાં પ્રવેશ કરી રહ્યા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. લાલુ ઉર્ફે રાહુલ સેન નામના યુવકનું નામ તેમના લીંક મેન તરીકે જાહેર થયું હતું. લાલુએ આતંકવાદીઓને સાધનો પૂરા પાડ્યા હતા.

લાલુ સેન સરહદ વિસ્તારમાં સક્રિય હતો. સરહદ પર લાલુ મૂળભૂત રીતે લેન-દેનનું કામ કરતો વ્યક્તિ હતો. લાલુ લોકોને દસ્તાવેજો વિના એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતો હતો. તપાસકર્તાઓનું માનવું છે કે, લાલુ જેવી અનેક ગેંગ સરહદ પર સક્રિય છે.

દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળની બોર્ડર સિક્યુરિટી ફોર્સે તાજેતરમાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતી વખતે 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. જેમાં 3 મહિલાઓ પણ શામેલ હતી. ભારતીય સીમામાં પ્રવેશ કરતી વખતે તમામ બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.

(PHOTO-FILE)