Site icon Revoi.in

પશ્ચિમ બંગાળ: નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળ્યા, આરોગ્ય વિભાગ દોડતુ થયું

Social Share

કોલકાતા, 13 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ મળી આવ્યા છે. દરમિયાન, પશ્ચિમ બંગાળ સરકારે નિપાહ વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યાપક સાવચેતીનાં પગલાં અમલમાં મૂક્યા છે.રવિવારે કલ્યાણી સ્થિત એઈમ્સ સ્થિત ભારતીય તબીબી સંશોધન પરિષદની વાયરસ સંશોધન પ્રયોગશાળામાં આ શંકાસ્પદ કેસોની ઓળખ કરવામાં આવી હતી.આ કેસોની માહિતી મળતાની સાથે જ ભારત સરકારના સ્વાસ્થ્ય સચિવે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અને અગ્ર સચિવ (સ્વાસ્થ્ય) સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા કરી છે.

વધુ વાંચો: ભારતઃ પ્રત્યક્ષ કર આવક 8.82 ટકા વધીને 18.38 લાખ કરોડથી વધુ થઈ

પશ્ચિમ બંગાળને મદદ કરવા અને આ બીમારીના ફેલાવાને (આઉટબ્રેક) રોકવા માટે, અમે તાત્કાલિક ‘નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ’ ની સ્થાપના કરી છે, જેમાં વિવિધ સંસ્થાઓના નિષ્ણાતોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારત સરકાર આ મુશ્કેલ સમયમાં પશ્ચિમ બંગાળ સરકાર સાથે મક્કમતાથી ઉભી છે. ભારત સરકાર ટેકનિકલ, લોજિસ્ટિકલ અને ઓપરેશનલ એમ તમામ પ્રકારની સહાય પૂરી પાડી રહી છે.

વધુ વાંચો: ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાએ 25 ટકા ટેરિફ ઝીંક્યો

Exit mobile version