Site icon Revoi.in

વેસ્ટન ડિસ્ટબર્ન્સ- આવનારા 24 કલાકમાં ઠંડીનું જોર વધશે, હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી કરી

Social Share

અમદાવાદઃ- સમગ્ર રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, રાજ્યના કેટલાક જીલ્લાઓમાં વરસાદના માવઠા પણ વરસ્યા હતા છે. તો કેટલાક જીલ્લાઓમાં હાલ પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે, ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યૂલેશનનાં કારણે  વાતાવરણ પર અસર પડેલી જોય શકાય છે, જેને લઈને ઘીમી ધારે છૂટો છવાયો વરસાદ અને વાતાવરણમાં અત્યંત ઠંડી અનુભવાઈ રહી છે.

રાજ્યમાં કમોસમી વરસાદનું જોર વધ્યું છે. આ સાથે જ સવારમાં ઝાકળમા પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આવનારા 24 કલાકમાં વાતાવરણમાં ઠંડીનું જોર યથાવત રહેવાની શપુરેપુરી શક્યતાઓ છે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હાલની સ્થિતિમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા 4 ડીગ્રી ઉપર છે.આજે પણ નલિયાનું લઘુતમ તાપમાન 14 ડીગ્રી નોંધાયું છે.જે 12 ડિસેમ્બર સુધીમાં તાપમાન ઘટીને 9 થી 10 ડીગ્રી થઈ જતું હોય છે

રાજ્યના મેગાસીટી અમદાવાદમાં પ્રદુષણનું સ્તર વધેલું જોવા મળી રહ્યું છે, શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 121 નોંધાયું છે જે દર્શાવે છે કે શહેરની આબોહવામાં પ્રદષમણ વધી રહ્યું છે. બીજી તરફ કમોસમી માવઠાના કારણે ખેતીના પાક પર નુકશાન થઈ રહ્યું છે, તો સાથે સાથે લોકોના બિમાર પડવાની ફરીયાદ વધી રહી છે, વધુ ઠંડીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડેલી જોય શકાય છે.

વાતાવરણમાં પલટાને લઈને હવામાન વિભાગનું અનુમાન છે કે 24 કલાક બાદ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાશે  તાપમાન 2 થી 3 ડીગ્રી નીચુ જઈ શકે છે જેથી ઠંડીનું જોર યાથાવત જોવા મળશે.

સાહિન-