Site icon Revoi.in

તેજસ્વી યાદવને તેના પિતાના કારનામાઓ વિશે કયાં કઇ ખબર છેઃ જે.પી.નડ્ડા

Social Share

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રવિવારે જહાનાબાદમાં એક ચૂંટણી સભા સંબોધી હતી. આ દરમિયાન તેમણે RJD સુપ્રીમો લાલુ યાદવ પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેજસ્વી યાદવ ઉપર પણ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે આ બાળકને તેના પિતાના કારનામા વિશે કયાં ખબર છે, તેમને કયાં ખબર છે કે બિહારે શું સહન કર્યું છે. બિહારે કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો છે..

જેપી નડ્ડાએ કહ્યું કે, આ બાળક તેના પિતાના કારનામા વિશે ક્યાં જાણે છે ? તમે ભૂલી ગયા હશો, હું ભૂલી જવાનો નથી. 2003માં આ બિહારમાં આરજેડીની રેલી, લઠિયા રેલી થઈ હતી. ગાંધી મેદાન ખાતે તેલ પીલાવન, લાઠીયા ભજામ રેલી યોજાઈ હતી. RJDના લોકો લાકડીઓ કેમ લાવ્યા, બિહારના લોકોને ડરાવવા લાકડીઓ લાવ્યા. તમે બધા તમારા ઘરોમાં રહો. બિહારે આ જંગલરાજ જોયું છે. શિક્ષણની એવી હાલત હતી, લોકો બિહાર છોડીને દિલ્હી ભણવા જતા હતા.

આ સાથે જેપી નડ્ડાએ કહ્યું કે, રાજ્યમાં જંગલ રાજને કારણે સ્થિતિ એવી હતી કે બપોરે 3 વાગ્યા પછી કોઈ જહાનાબાદ આવતું-જતું નહોતું. ખેડૂતો ભાગી રહ્યા હતા, હત્યાઓ, અપહરણ અને ખંડણીની માંગણીઓ થઈ રહી હતી. INDIA ગઠબંધનને ઘમંડી ગઠબંધન ગણાવતા તેમણે કહ્યું કે,ભ્રષ્ટાચારીઓ એકબીજાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપક્ષના અડધા નેતાઓ જેલમાં છે અને અડધા જામીન પર છે. જામીન પર રહેલા તેજસ્વી યાદવ પણ જેલમાં જશે.

જેપી નડ્ડાએ કહ્યું કે, દેશમાં છ તબક્કામાં ચૂંટણી થઈ છે. મને વિશ્વાસ છે કે, સાતમા તબક્કા સુધીમાં NDAને 400થી વધુ બેઠકો મળી જશે. છેલ્લા 10 વર્ષમાં મોદીજીએ ભારતીય રાજકારણની સંસ્કૃતિ, વ્યાખ્યા અને કાર્યશૈલી પણ બદલી નાખી છે. તમને દસ વર્ષ પહેલાંનું ભારત યાદ છે. ભારતના સામાન્ય માણસે સ્વીકાર્યું હતું કે, દેશમાં કોઈ પરિવર્તન નહીં આવે. દેશ ઉદાસીન માનસિકતા સાથે જીવી રહ્યો હતો, પરંતુ આજે 140 કરોડ દેશવાસીઓ વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા મોદીજી સાથે આગળ વધ્યા છે.

Exit mobile version