Site icon Revoi.in

ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ કયા ફળો ખાઈ શકે છે? જાણો અહીં

Social Share

આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસની બીમારીથી પરેશાન છે.ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે આરોગ્યપ્રદ આહાર લેવાની સલાહ આપવામાં આવે છે.તેમને ખાંડયુક્ત,મીઠું અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ટાળવા માટે કહેવામાં આવ્યું છે.હવે વરસાદની મોસમ આવી ચૂકી છે. સાથે જ દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક પણ આપી દીધી છે.આવી પરિસ્થિતિઓમાં ડાયાબિટીસના દર્દીઓના મનમાં વારંવાર સવાલ ઉઠે છે કે શું તેઓ વરસાદની મોસમમાં મળતા ફળ ખાઈ શકશે? વરસાદની મોસમમાં તેઓ કયા ફળો ખાઈ શકે છે અને કયા નહીં? આવી સ્થિતિમાં, અમે તમને અહીં જણાવીશું કે ચોમાસામાં ડાયાબિટીસના દર્દીઓ કયા ફળો ખાઈ શકે છે?

નાસપતિ

નાસપતિ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ પણ આરામથી નાસપતિનું સેવન કરી શકે છે.નાસપતિનો ઉચ્ચ ફાઇબર સ્કોર હોય છે અને તેનું GI 40 કરતા ઓછું હોય છે.તેથી, નાસપતી દર્દીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

સફરજન

દરરોજ સફરજન ખાવાથી તમે હંમેશા સ્વસ્થ રહી શકો છો. સાથે જ સફરજન દરેક ઋતુમાં જોવા મળે છે.સફરજનમાં ઉચ્ચ ફાઈબર હોય છે,જે શુગરના દર્દીઓના વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેથી તમે દરરોજ તેનું સેવન કરી શકો છો.

ચેરી

ચેરી એ વરસાદની મોસમમાં ખાવામાં આવતું સ્વાદિષ્ટ ફળ છે.તેમાં ભરપૂર પોષણ પણ હોય છે.તેથી તે બધા માટે ફાયદાકારક માનવામાં આવે છે.બીજી તરફ સુગરના દર્દીઓએ પણ ચેરીનું સેવન કરી શકે છે. તે બ્લડ સુગરનું યોગ્ય સ્તર જાળવવામાં મદદ કરી શકે છે.