Site icon Revoi.in

જાપાનમાં મોટાભાગના લોકોનું હંમેશા યુવાન દેખાવા પાછળનું કારણ શું છે?

Social Share

મોટાભાગના લોકોને આજના સમયમાં પોતાની ઉંમર વધારે દેખાય તે પસંદ નથી,પોતાની ઉંમર વધારે ન દેખાય તે માટે તે લોકો દ્વારા કેટલીક વાર એ પ્રકારના કપડા અને મેકઅપનો ઉપયોગ કરવામાં આવે છે તો કેટલાક લોકો દ્વારા જીમનો ઉપયોગ કરવામાં આવે છે.આવામાં જો વાત કરવામાં આવે જાપાનના લોકોની તો તે દેશમાં પણ મોટા ભાગના લોકો લાંબી ઉંમર સુધી મોટી ઉંમરના દેખાતા નથી તો જાણો શું છે તેની પાછળનું કારણ.

જાપાનની મહિલાઓ હંમેશા સૌથી વધારે યુવાન લાગે છે. કરચલીઓ, ડાગ, ખીલ વગેરે તેમના ચહેરા પર લાંબા સમય બાદ જોવા મળે છે. ખરેખર, તેની સુંદરતા પાછળ જાપાની નુસખાનું રહસ્ય છે. જે વૃદ્ધાવસ્થામાં પણ તેમની ત્વચાને જુવાન રાખવામાં મદદ કરે છે. ઓઈલી સ્કીનનું કારણ ત્વચામાં વધારાનુ તેલ જમા થાય છે તે પણ છે. જ્યારે હોર્મોનની ગરબડના કારણે એન્ડ્રોજનનુ સ્તર વધે છે ત્યારે તૈલ ગ્રંથિઓ સક્રિય થઇને વધુ તેલ છોડવા લાગે છે અને શરીર પર વધુ તેલ વહેવા લાગે છે. આમ તો આ સમસ્યા ટીનેજમાં થાય છે, પરંતુ કેટલાક લોકોમા આનુવંશિક પણ હોઇ શકે છે.

ગ્લોઈંગ સ્કીન દરેક છોકરીની ઇચ્છા હોય છે, પરંતુ ગરમીઓ શરુ થતાની સાથે જ તે ચીંતાનો વિષય બની જાય છે. ખાસ કરીને તેમના માટે જેની સ્કીન ઓઇલી હોય છે. ઓઇલી સ્કીન વાળાઓને સૌથી મોટી ફરિયાદ એ હોય છે કે તેમના ચહેરા પર મેકઅપ કે કોઇ પણ ક્રિમ વધુ સમય સુધી ટકતી નથી. એટલુ જ નહીં, ગરમીમાં થતો પરસેવો, વાતાવરણમાં ઉડતી ધુળ અને માટી ચહેરા પર ચિપકી જાય છે. તેના કારણે ચહેરો ડસ્ટી દેખાવા લાગે છે. આ કારણે સ્કીન એલર્જી, જલન અને ફોડલીઓ જેવી સમસ્યાઓ થાય છે. જોકે કેટલીક એવી ટિપ્સ છે જે તમને આ સમસ્યામાંથી છુટકારો અપાવી શકે છે.

ઓઈલી સ્કીન-ઓઈલી સ્કીનનું કારણ ત્વચામાં વધારાનુ તેલ જમા થાય છે તે પણ છે. જ્યારે હોર્મોનની ગરબડના કારણે એન્ડ્રોજનનુ સ્તર વધે છે ત્યારે તૈલ ગ્રંથિઓ સક્રિય થઇને વધુ તેલ છોડવા લાગે છે અને શરીર પર વધુ તેલ વહેવા લાગે છે. આમ તો આ સમસ્યા ટીનેજમાં થાય છે, પરંતુ કેટલાક લોકોમા આનુવંશિક પણ હોઇ શકે છે.

જાપાની મહિલાનું એન્ટી એજિંગ ફેસ માસ્ક બનાવવા માટે 2 ચમચી ચોખાનો લોટ, 3થી 4 દ્રાક્ષ અને1- 2 ટીપાં વિટામિન-ઈ તેલનો ઉપયોગ કરવો. સૌ પ્રથમ, દ્રાક્ષની ચામડીને દૂર કર્યા વિના, તેને મિશ્રિત કરો. આ પછી તેમાં ચોખાનો લોટ નાંખો અને તેને પેસ્ટની જેમ બનાવો. હવે તેમાં વિટામિન-ઈ તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

એન્ટિ-એજિંગ ફેસ માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો? તો પહેલા તો ચહેરાને સારી રીતે સાફ કરો. જો સ્ક્રબની મદદથી ચહેરો એક્સ્ફોલિયેટ કરો છો, તો તે વધુ સારું રહેશે. હવે આ મિશ્રણને આખા ચહેરા પર લગાવો અને 15 મિનિટ માટે મૂકી રાખો. જ્યારે પણ આ મિશ્રણ ચહેરા પર 15 મિનિટની વચ્ચે સૂકવવાનું શરૂ થાય છે, ત્યારે ફરીથી નવું મિશ્રણ લગાવી શકો છો. 5-15 મિનિટ પછી ચહેરો ધોઈ લો અને ફેસ ક્રીમ લગાવો.