Site icon Revoi.in

જીવન વિશે શું લખ્યું છે ગરુડ પુરાણમાં? જાણો

Social Share

જીવનમાં દરેક કર્મની અસર કેવી રીતે થાય, તેના વિશેની વાત ગરુડ પુરાણમાં કરવામાં આવી છે. લગભગ તો આ વાતથી સૌ કોઈ જાણે છે પણ તે વાત જાણીને તો લોકો ચોંકી જશે કે લોકો બધી વાત જાણે છે પણ જીવન શું છે તેના વિશે જાણવાનું કે સમજવાનું ભુલી જાય છે. સામાન્ય રીતે જો વાત કરવામાં આવે ગરુડ પુરાણમાં જીવન વિશે કહેવામાં આવ્યું છે કે, જેણે જન્મ લીધો છે, તે એક દિવસ મૃત્યુને ચોક્કસ જ પ્રાપ્ત થશે.

આ ઉપરાંત તે વાત પણ લોકોએ જાણવી જોઈએ કે કોઈની મૃત્યુ પછી પણ કેટલીક પરંપરાઓ છે, જેનું પાલન મૃત વ્યક્તિના પરિવારના સભ્યોએ કરવાનું હોય છે. તેમાંથી જ એક છે, કોઈની મૃત્યુ પછી ઘરમાં ગરુડ પુરાણના પાઠ કરાવવા. અહીં જાણો ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા મુજબ ગરુડ પુરાણ સાથે જોડાયેલી આ ખાસ વાતો

માન્યતા છે કે ગરુડ પુરાણના પાઠ કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે છે, કારણ કે ગરુડ પુરાણ ઉત્તરક્રિયા સુધી આશરે 12થી 13 દિવસ સુધ વાંચવામાં આવે છે.

સાથે સાથે શાસ્ત્રો મુજબ ઉત્તરક્રિયા સુધી મૃત વ્યક્તિની આત્મા તે ઘરમાં નિવાસ કરે છે અને તે પણ આ પુરાણ સાંભળે છે. ગરુડ પુરાણનો ધાર્મિક મહત્વ છે કે મૃત વ્યક્તિની આત્માને શાંતિ અને મોક્ષ મળી શકે.

સામાન્ય રીતે લોકોના મનમાં જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા અનેક પ્રશ્નોના જવાબ જાણવાની ઉત્સુકતા રહે છે. જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુ થાય છે ત્યારે પરિવારના અન્ય સભ્ય એવું વિચારે છે કે મૃત્યુ શા માટે થાય છે? ગરુડ પુરાણમાં જન્મ-મૃત્યુ સાથે જોડાયેલા આ તમામ પ્રશ્નોના જવાબ જણાવવામાં આવ્યાં છે.

ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુની ભક્તિ અને ઉપાસનાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેમાં શ્રીહરિના 24 અવતારોની કથાઓ છે. ગરુડ પુરાણની શરૂઆત મનુ અને સૃષ્ટિની ઉત્પત્તિ સાથે થઈ છે. તેના પછી અન્ય પૌરાણિક કથાઓ પણ છે.

– સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહના મંત્ર, શિવ-પાર્વતી પૂજનનું મહત્વ, ઇન્દ્ર, સરસ્વતી અને નવ શક્તિઓની પણ માહિતી આ પુરાણમાં આપેલી છે.

ગરુડ પુરાણમાં જુદા-જુદા નરકનો ઉલ્લેખ છે. મૃત્યુ પછી આત્માનું શું થાય છે? તેને કેવી રીતે બીજી યોનિઓમાં જન્મ મળે છે અને પિતૃ કર્મનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

આ પુરાણનું જ્ઞાન એ જ પ્રેરણા આપે છે કે આપણને જીવનમાં સારા કામ જ કરવા જોઈએ. બધા જાણે છે કે જે જેવું કર્મ કરે છે, તેનું એવું જ ફળ મળે છે. આ વાતો જ ગરુડ પુરાણમાં જણાવવામાં આવી છે.