Site icon Revoi.in

ભારતભરમાં અડધો કલાક વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું રહ્યું સર્વર ડાઉન

Social Share

દિલ્લી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર શુક્રવારે રાત્રે અચાનક કામ કરવાનું બંધ થઇ ગયું હતું. આ સર્વિસના ડાઉન થવાને કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં યુઝર્સ પરેશાન થયા હતા.

આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લગભગ અડધો કલાક બંધ રહ્યા હતા. આ જોતાં જ લોકોએ તેની ફરિયાદ શરૂ કરી દીધી હતી. લોકોએ ટ્વિટર પર તેના વિશે ઘણું લખ્યું અને શુક્રવારે સોશિયલ મીડિયાનો ‘બ્લેક ફ્રાઇડે’ બની ગયો. જો કે,અડધા કલાક બાદ જ્યારે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ફરી શરૂ થયું ત્યારે લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

જ્યારે સર્વર્સ ડાઉન હતા, ત્યારે લોકો ફેસબુક મેસેન્જર પર પણ મેસેજ મોકલવા માટે સમર્થ ન હતા.વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ પર પણ મેસેજ જતા ન હતા. જો કે એપ ઓપન થતા હતા, પરંતુ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ન્યૂઝ ફીડ રીફ્રેશ થતી ન હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેસબુકની આ તમામ એપમાં સમસ્યા ભારતીય સમય અનુસાર રાત્રે 11.05 મિનિટથી શરૂ થઈ હતી. વોટ્સએપ ડાઉન થવા પર સોશિયલ મીડિયા કંપની તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. કંપનીએ કહ્યું કે, ધૈર્ય રાખવા બદલ લોકોનો આભાર માન્યો. આ સેવા 45 મિનિટ માટે વિક્ષેપિત હતી,પરંતુ અમે પાછા આવી ગયા છીએ.

ફેસબુક,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ઠપ્પ થયા બાદ લોકોએ વિવિધ હૈશટેગ દ્વારા તેમની સમસ્યાઓ વ્યક્ત કરી હતી. ઘણા યુઝર્સએ #whatsappdown, #serverdown #instagramdown અને #facebookdown હૈશટેગની સાથે સ્ક્રીનશોટ નાખ્યા. તો ઘણા યુઝર્સએ મીમ શેર કર્યા.

-દેવાંશી

Exit mobile version