Site icon Revoi.in

અખાત્રીજ ક્યારે છે ? જાણો તારીખ, મુહુર્ત અને મહત્વ

Social Share

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૈશાખ મહિનાની સુદ પક્ષની તીજ તિથિને અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અખાત્રીજ તેનું શાસ્ત્રીય નામ અક્ષય તૃતીયા છે. ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં અખાત્રીજને ‘વરસનો વચલો દિવસ’ કહે છે. તે વણજોયું મુહૂર્ત ગણાય છે. વર્ષમાં ચાર શ્રેષ્ઠ વણજોયા મુહૂર્ત બેસતું વર્ષ, ચૈત્ર સુદ એકમ, અખાત્રીજ અને દશેરા હોય છે જેમાં અખાત્રીજ સૌથી શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે.

આ વખતે અખાત્રીજનો તહેવાર 3 મે 2022 મંગળવારના રોજ ઉજવવામાં આવશે.આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.આ દિવસોમાં દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.નવા કાર્યો કરવા માટે પણ આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે.પરંતુ શું તમે જાણો છો કે,આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તો આવો જાણીએ તેનું મહત્વ, તિથિ અને શુભ સમય.

અક્ષય તૃતીયાનો શુભ સમય

અક્ષય તૃતીયા તિથિ 3 મેના રોજ સવારે 5.19 વાગ્યાથી શરૂ થશે.

અક્ષય તૃતીયા તિથિ 4 મેના રોજ સવારે 7.33 કલાકે પૂર્ણ થશે.

રોહિણી નક્ષત્ર 3 મેના રોજ સવારે 12.34 કલાકે શરૂ થશે.

રોહિણી નક્ષત્ર 4 મેના રોજ સવારે 3.18 કલાકે સમાપ્ત થશે.

અક્ષય તૃતીયાનું મહત્વ

આ દિવસ શુભ કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ દિવસ કપડાં, આભૂષણો, વાહન, મિલકત તેમજ લગ્ન માટે ખૂબ જ સારો છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

Exit mobile version