સાહિન મુલતાની-
- સોમાસામાં હરદળ વાળું દૂધ ગુણકારી
- આદુ અને અજમાવાળું દૂધ પીવાથી શરદી મટે છે
ગરમીની સિઝન બાદ હવે વરસાદની એન્ટ્રી સાથે ચોમાસાની શરુઆત થઈ ચૂકી છેસ આ મોસમમાં દરેક કોઈને શરદી, ખાસ અને તાવ જેવી નાની મોટી ફરીયાદ રહેતી હોય છે ,જેમાં પણ ખાસ કરીને નાના બાળકોને તરત વરસાદની હવા લાગી જાય છે,જેથી બાળકો વરસાદમાં ભીંજાય નહી તેનું ધ્યાન રાખવું જોઈએ, આપણે વરસતા વરસાદમાં બહાર ગયા હોય અને ભીંજાયને ઘરે આવીયે ત્યારે ટોક્કસ આપણાને પણ શરદી થાય છે, ત્યારે આવા સમયે ક્ટલાક ઘરેલું ઈલાજ કરી લેવા જેથીતમે શરદી ખાસીનો શિકાર ન બનો.
જ્યારે પણ તમે વરસાદમાં પલળીને ધરે આવો છો ત્યારે સૌ પ્રથમ રુમાલ વડે તમારા વાળને કોરા કરીને પહેલા પકડા ચેન્જ કરી લેવા,ત્યાર બાદ ગરમ દૂધ પીવાની આદત રાખવી, દૂધમાં અનેક ઘરમાં રહેલી વસ્તુ એડ કરવાથી શરદી થવાની શક્યતાઓ ઓછી રહેે, તો ચાલો જાણીએ દૂધમાં શું નાખીને પીવું જોઈએ
આદુંઃ– દુઘ ગરમ કરીને તેમાં આદું જીણીને નાખો, ત્યાર બાદ વધુ દૂઘ ગરમ ન કરવું નહી તો દૂધ ફાટવાની શક્યતા હોય છે, આદુ વાળું દૂધ તમને ઠંકમાં ગરમાટો આપે છે અને શરદી થતા અટકાવે છે
હરદળઃ– હરદળ વાળું ગરમા ગરમ દૂધ પીવાથી તમારા ગળામાં રાહત થાય છે, અને શરીરમાં પ્રસરી ગયેલી ઠંડકને દૂર કરીને ગરમાટો લાવે છે, આ સાથે જ તેના એન્ટિબહેક્ટેરિયલ ગુણો તમને શરદી, ખાસી જેવી બિમારીથી રક્ષણ આપે છે
અજમોઃ– દૂધમાં અજમો નાખીને સવેન કરવાથી પણ અનેક ફાયદા થાય છે,અજમાવાળું દૂધ તમને કફ થતો અટકાવે છે, અને વરસાદમાં ભીંજાવાથીજો તમારું નાક બંધ થી ગયું હોય તો તે પણ ખુલી જશે,અને ખઆસી નહી થાય.
ફૂદીનોઃ- ફૂદીના વાળી ચા અથવા તો ઉૂદીના વાળું દૂદ ગરમ ગરમ પીવાથી શરદી થવાની શક્યતાઓ ઘટે છે, આ સાથે જ કફ અને ખાસી પણ નહી થાય,ફૂદીનાથી તમારું ગળું પમ સારું રહેશે.
એલચી- એલચી વાળું ગરન દૂધ તનારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, શરદી,કફ થતો અટકાવશે સાથે જ એક શરીરમાં ઇષ્મા લાશે જેથી તમને ઠંડીથી પણ રક્ષણ મળશે.