Site icon Revoi.in

દવા અસલી છે કે નકલી, હવે પળવારમાં જ પડશે ખબર – આજથી શરૂ કરવામાં આવી આ સુવિધા

Social Share

દિલ્હી: દેશમાં વધતી નકલી દવાઓને રોકવા માટે કેન્દ્ર સરકારે દવાઓ પર QR કોડ લગાવવાનો આદેશ જારી કર્યો છે. ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાએ 300 ફાર્મા કંપનીઓને 1 ઓગસ્ટ 2023થી QR કોડ ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ અનુસાર દેશની ટોચની 300 દવાની બ્રાન્ડને તેમની દવાઓ પર QR કોડ લગાવવા પડશે. ડીસીજીઆઈના આદેશનું પાલન ન કરવા બદલ ફાર્માસ્યુટિકલ કંપનીએ દંડ ભરવો પડશે.

કઈ દવાઓમાં QR કોડ હશે?

દેશની ટોચની ફાર્મા કંપનીઓ આજથી તેમની દવાઓ પર QR કોડ લગાવશે. કેલ્પોલ, ડોલો, સેરિડોન, કોમ્બીફ્લેમ અને એન્ટિબાયોટિક્સ એઝિથ્રલ, ઓગમેન્ટિન, સેફ્ટમથી લઈને એન્ટિ-એલર્જી ડ્રગ એલેગ્રા અને થાઇરોઇડ દવા થાઇરોનોર્મ સુધીનો સમાવેશ થાય છે. ડીસીજીઆઈએ કહ્યું કે જે પણ કંપની આ આદેશનું પાલન નહીં કરે તેને દંડ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે કુલ 300 દવાઓ પર QR કોડ લગાવવાનો આદેશ આપ્યો છે.

QR કોડથી શું થશે ફાયદો ?

QR કોડ ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં મદદ કરશે જેમ કે જો જરૂરી હોય તો સફળ બેચ રિકોલ અને નકલી દવાઓની ઓળખ કરવામાં પણ મદદ કરશે.ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે આવા પગલાથી દેશમાં સબસ્ટાન્ડર્ડ અથવા બનાવટી દવાઓના વેચાણને રોકવામાં મદદ મળશે. યુનિક પ્રોડક્ટ આઇડેન્ટિફિકેશન કોડ દવાનું જેનરિક નામ, બ્રાન્ડનું નામ, ઉત્પાદકનું નામ, દવાના ઉત્પાદનની તારીખ સાથે તેની સમાપ્તિ તારીખ અને દવાનું ઉત્પાદન કરતી કંપનીનો લાઇસન્સ નંબર ઓળખશે.