Site icon Revoi.in

ટી-20 વર્લ્ડ કપ યોજાશે કે નહી -તે અંગેનો નિર્ણય આજે યોજાનારી ICC ની બેઠકમાં લેવાશે

Social Share

વર્ષ 2020 ટી-20 વર્લ્ડ કપના ભવિષ્યને લઈને આજે ક્રિકેટ બોર્ડના સભ્યો સાથે આઈસીસીની બેઠક યોજાનાર છે,આ બેઠકમાં ઓક્ટોબર-નવેમ્બરમાં રમાનાર આઈસીસી ટૂર્નામેન્ટને સ્થગિત કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે,અને જો ટી-20 વર્લ્ડ કપ સ્થગિત કરવામાં આવશે તો ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આપીએલના આયોજનનો રસ્તો મોકળો થશે.

ઉલ્લેખનીય છે કે,ટી-20 વર્લ્ડ કપ માટે અનેક નક્કી કરવામાં આવેલી તારીખોની ઘોષણા કરવામાં આવશે,એટલે કે ટી-20 વર્લ્ડ કપ અંગે આઈસીસી એક મત થઈને નિપર્ણ લેશે,ટી-20 વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી લઈને 15 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ઓસ્ટ્રેલિયામાં થનાર છે,આઈસીસી બોર્ડની આ અગાઉ 24 જુનના રોજ બેઠક યોજાઈ હતી જેમાં ટી-20 વર્લ્ડ કપ બાબતના નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, હાલ સમગ્ર વિશ્વમાં કોરોના સંક્ટ ચાલી રહ્યું છે જેના કારણે ટી-20 વર્લ્ડ કપનું આયોજન રદ થવા પર ઈન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન કરવાનો રસ્તો મોકળો થશે. અટલે કે,બીસીસીઆઈ આ ઓક્ટોબર-નવેમ્બરના વિન્ડોને આઈપીએલ માટે વાપરી શકે છે ,આ સાથે જ જો ઓસ્ટ્રેલિયામાં થનાર ટી-20 વર્લ્ડ કપ સ્થગિત થશે તો પછી વર્ષ 2022મા જ  તેનું આયોજન કરવામાં આવી શકે છે,કારણ કે ભારતમાં ઓક્ટોબર વર્ષ 2021 પહેલાથી જ એક ટી-20 વર્લ્ડ કપ નિશ્વિત છે,અને આ કારણસર એક જ વર્ષમાં એક જ સ્વરુપના બે વિશ્વ કપને સેટ કરવા યોગ્ય નથી.

જો કે આ કારણોથી ક્રિકેટ માર્કેટને કોઈ અસર નહી થાય,કારણ કે વર્ષ 2022 માં વિશ્વમાં કોઈ બીજા વર્લ્ડ કપની ઈવેન્ટ નથી,ભારત વર્ષ 2021 માં એક જ ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરશે. આ પછી, વર્ષ 2022 માં ઓસ્ટ્રેલિયા ટી 20 વર્લ્ડનું આયોજન થશે અને ત્યારબાદ 2023 માં ભારતમાં 50 ઓવર વાળો વર્લ્ડ કપ રમાશે.

આ પહેલા ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ એ વિક્ટોરિયા રાજ્યમાં કોરોના વાયરસ વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં લઈને મેં મહીનામાં જ આ ટૂર્નામેન્ટને લઈને અસમર્થતા વ્યક્ત કરી હતી,ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની મજા નહી લઈ શકે તે વાત તેજ સમયે નક્કી થઈ ગઈ હતી કે, જ્યારે ક્રિકેટ બોર્ડ દ્રારા પોતાના ખેલાડીઓને સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ઈગ્લેન્ડ સામે રમાનારી સિમીત ઓવરની સીરિઝની તૈયારી કરવાનું કહેવામાં આવ્યું હતું

સાહીન-