Site icon Revoi.in

વાંચો કોણ છે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રામલલાની મૂર્તિનો આકાર આપનાર અરુણ યોગીરાજ?

Social Share

નવી દિલ્હી: કર્ણાટકના જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામમંદિરમાં લગાવવામાં આવશે. યોગીરાજ અરુણ દ્વારા બનાવવામાં આવેલી રામલલાની મૂર્તિને 22 જાન્યુઆરીએ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. મૈસૂરના પ્રસિદ્ધ મૂર્તિકારોની પાંચ પેઢીઓની પારિવારીક પૃષ્ઠભૂમિવાળા અરુણ યોગીરાજ હાલમાં દેશમાં સૌથી વધારે માંગવાળા મૂર્તિકાર છે.

કોણ છે અરુણ યોગીરાજ?

શિલ્પીના પુત્ર અને 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસૂર મહેલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે. અરુણના પિતા, ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિર માટે પણ કામ કરી ચુક્યા છે. મૈસૂર યૂનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કરી ચુકેલા યોગીરાજ પાંચમી પેઢીના મૂર્તિકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અરુણની પ્રતિભાની પ્રશંસા કરી ચુક્યા છે.

અરુણના પિતા યોગીરાજ પણ એક કુશળ મૂર્તિકાર છે. તેમના દાદા બસવન્ના શિલ્પીને મૈસૂરના રાજાનું સંરક્ષણ પ્રાપ્ત હતું. આ પેઢી સાથે સંબંધ ધરાવનારા અરુણ યોગીરાજ પમ બાળપણથી જ કોતરણીકામ સાથે જોડાયેલા રહ્યા. એમબીએની ડિગ્રી લીધા બાદ તેમણે એક પ્રાઈવેટ કંપનીમાં પણ કામ કર્યું, પરંતુ 2008માં મૂર્તિકાર બનવા માટે તેમણે નોકરી છોડી દીધી. તેમનો મૂર્તિકામ તરફનો ઝુકાવ બાળપણથી હતો.

દેશના અલગ-અલગ રાજ્યોમાં અરુણની તલાશ એ માગણીને કારણે થઈ રહી છે કે અરુણના હુન્નરથી સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓની પ્રતિભાઓ ઉભી કરવામાં આવે. મહત્વપૂર્ણ છે કે ઈન્ડિયા ગેટ પર લાગેલી નેતાજી સુભાષચંદ્ર બોઝની 30 પૂટની મૂર્તિ પણ અરુણે જ બનાવી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીથી પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનનું સમ્માન કરવા માટે ઈન્ડિયા ગેટ પર તેમની એક પ્રતિમા સ્થાપિત કરવામાં આવી, જેનું અરુણ યોગીરાજે સમર્થન કર્યું હતું.

તેમણે વડાપ્રધાનને સુભાષચંદ્ર બોઝની બે ફૂટ ઊંચી પ્રતિમા પણ ભેંટ કરી અને તેમની પ્રશંસા પણ પ્રાપ્ત કરી હતી. અરુણને પહેલા પણ ઘણી સંસ્થાઓ સમ્માનિત કરી ચુકી છે. મૈસૂરના શાહી પરિવારે પણ તેમના યોગદાન માટે વિશેષ સમ્માન આપ્યું છે.

યોગીરાજે કેદરાનાથમાં સ્થાપિત આદિ શંકરાચાર્યની પ્રતિમાનું પણ નિર્માણ કર્યું છે. તેના સિવાય તેમણે મૈસૂરમાં મહારાજા જયચામરાજેન્દ્ર વાડેયારની 14.5 ફૂટની સફેદ સંગેમરમરની પ્રતિમા, મહારાજ શ્રીકૃષ્ણરાજ વાડિયાર-4 અને સ્વામી રામકૃષ્ણ પરમહંસની સફેદ સંગેમરમરની મૂર્તિ બનાવી છે.

રામમંદિર માટે ફાઈનલ થઈ રામલલાની મૂર્તિ-

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, ભવ્ય રામમંદિર માટે ત્રણ મૂર્તિઓનું નિર્માણ મૂર્તિકારો ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડેયે ત્રણ પથ્થરોથી કર્યું છે. તેમાં સત્યનારાયણ પાંડેયની મૂર્તિ શ્વેત સંગેમરમરની છે, જ્યારે બાકીને બે મૂર્તિઓ કર્ણાટકના વાદળી પથ્થરની છે. તેમાં ગણેશ ભટ્ટની પ્રતિમા દક્ષિણ ભારતીય શૈલીમાં બની હતી. આ કારણે અરુણ યોગીરાજની મૂર્તિને પસંદ કરવામાં આવી છે. અરુણ યોગીરાજ ગત 6 માસથી દરરોજ 12 કલાક કામ કરીને રામલલાની મૂર્તિ તૈયાર કરી રહ્યા હતા.

રામલલાની અચળ મૂર્તિના નિર્માણ માટે નેપાળની ગંડકી નદી સહીત કર્ણાટક, રાજસ્થાન અને ઓડિશાના ઉચ્ચ ગુણવત્તાવાળા 12 પથ્થર ટ્રસ્ટે મંગાવ્યા હતા. આ તમામ પથ્થરોને પરખવામાં આવ્યા છે, તો રાજસ્થાન અને કર્ણાટકની શિલા જ મૂર્તિ નિર્માણ માટે યોગ્ય હોવાનું જોવા મળ્યું. કર્ણાટકની શ્યામ શિલા અને રાજસ્થાનના મકરાનાના સંગેમરમરની શિલાને તેમની વિશેષ ખાસિયતોને કારણે પસંદ કરવામાં આવી, કારણ કે મકરાનાની શિલા ઘણી કઠોર હોય છે અને કોતરણીકામ માટે સર્વોત્તમ હોય છે.

એએનઆઈ સાથે વાત કરતા યોગીરાજના માતા સરસ્વતીએ કહ્યું છે કે આ અમારા માટે સૌથી વધુ ખુશીની પળ છે. હું તેમને રામલલાનું શિલ્પ બનાવવા અને આકાર આપતા જોવા માંગતી હતી. પરંતુ તેમણે કહ્યુ કે તેઓ મને છેલ્લા દિવસે મૂર્તિના દર્શન માટે લઈ જશે. માટે, હું રામમંદિરમાં તેની ભવ્ય સ્થાપનાના દિવસે મૂર્તિ પર પોતાની નજરો માંડીને બેઠી છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાના છો. આ આયોજન માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, તેમાં હજારો ગણમાન્ય વ્યક્તિઓ અને સમાજના તમામ વર્ગોના લોકો સામેલ થવાના છે. અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના સમારંભ માટે વૈદિક અનુષ્ઠાન સમારંભથી એક સપ્તાહ પહેલા 16 જાન્યુઆરીએ શરૂ થશે.

એએનઆઈ પ્રમાણે, વારાણસીના પૂજારી લક્ષ્મીકાંત દિક્ષિત 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્ય અનુષ્ઠાન કરશે. 14 જાન્યુઆરથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં અમૃત મહોત્સવ મનાવવામાં આવશે. જણાવાય રહ્યું છે કે 1008 કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવશે, તેમાં હજારો શ્રદ્ધાળુઓને ભોજન કરાવવામાં આવશે. હજારો ભક્તોને સમાયોજીત કરવા માટે અયોધ્યામાં ઘણાં ટેન્ટ સિટી બનાવાય રહ્યા છે, તેના ભવ્ય અભિષેક માટે ઉત્તર પ્રદેશના મંદિર શહેરમાં પહોંચવાની આશા છે. શ્રીરામજન્મભૂમિ ટ્રસ્ટ પ્રમાણે 10 હજારથી 15 હજાર લોકો માટે વ્યવસ્થા કરવામાં આવશે.