Site icon Revoi.in

કોરોનાને લઈને WHOની ચેતવણી – કહ્યું ‘ હજી મહામારી ખતમ નથી થઈ, આવી શકે છે કોરોનાનનું નવું વેરિએન્ટ’

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના દૈનિક કેસો વધતા જોવા મળી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે અવનવા વેરિએન્ટ પણ આવી રહ્યા છે ત્યારે કોરોનાને લઈને WHO એ ફરી એક વખત ચેતવણી આપી છે ,WHO એ કહ્યું કે કોરોનાને લઈને હજી પણ સાવચેત રહેવાની જરુર છે,કારણ કે કોરોના મહામારી હજી સુધી પુરેપુરી ખતમ થઈ નથી, ઉપરથી આવનારા સમયમાં કોરોનાના નવા વેરિએન્ટ પણ આવી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ચીફ ડોક્ટર ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે સમગ્ર વિશ્વને કોરોનાને લઈને સતર્ક રહેવા કહ્યું છે. મંગળવારે, તેમણે મહામારી વિશે ચેતવણી આપી હતી કે કોરોનાના કેસોની નવીનતમ લહેર દર્શાવે છે કે મહામારી સમાપ્ત થઈ નથી. કોરોના મીડિયા બ્રીફિંગમાં WHOના વડાએ કોરોના અંગે ચિંતા વ્યકત કરી હતી.તેમણે કહ્યું કે  આરોગ્ય તંત્ર અને આરોગ્ય કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું છે. આ મહામારીથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

તેમણે વિશ્વની તમામ સરકારોને વર્તમાન મહામારીને આધારે કોવિડ-19 સામેની તેમની યોજનાઓની નિયમિત સમીક્ષા કરવા કહ્યું. આ સાથએ જ જણાવ્યું કે ભવિષ્યમાં કોરોનાના નવા પ્રકારો પણ દેખાઈ શકે છે.

ડૉ. ટેડ્રોસે  આ મહામારીને સાથે સારી રીતે આયોજન અને વ્યવહાર કરવાની સલાહ આપી. તેમણે કહ્યું, ‘કોવિડ-19 સાથેના આયોજન અને વ્યવહારમાં ઓરી, ન્યુમોનિયા અને ઝાડા જેવા જીવલેણ રોગોની રસીકરણની સાથે જ ચાલવું જોઈએ. રસીકરણને આવશ્યક ગણાવતા, તેમણે કહ્યું કે રસીએ લાખો લોકોના જીવન બચાવ્યા છે અને સરકારો માટે ઉચ્ચ જોખમ ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ છે.

ટેડ્રોસએ વઝુમાં આ દરમિયાન કહ્યું કે, ‘હું ચિંતિત છું કે કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. વિસ્તૃત આરોગ્ય પ્રણાલીઓ અને આરોગ્ય કર્મચારીઓ પર દબાણ વધી રહ્યું છે. મૃત્યુ પણ અસ્વીકાર્ય રીતે વધારે છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનના પેટા વેરિઅન્ટ્સ, જેમ કે BA.4 અને BA.5, વિશ્વભરમાં કોરોનાના કેસોમાં વધારો કરી રહ્યા છે. આ સાથે આ બેઠકમાં મહામારીને લઈને મોનિટરિંગનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના સામે દેખરેખમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.જે વધારવાની જરુર છે.