Site icon Revoi.in

કોરોનાની ગંભીર સ્થિતિમાં WHO નું ચોંકાવનારુ નિવેદનઃ કહ્યું ‘ભારતમાં જોવા મળેલ કોરોના વેરિયેન્ટ ચિંતાનો વિષય’

Social Share

દિલ્હીઃ- ભારતમાં કોરોનાવાયરસે તબાહી મચાનવી છે, સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં રોજના કેસો નોઁધાઈ રહ્યા છે. ત્યારે દેશની આવી ગંભીર સ્થિતિ વચ્ચે વિતેલા દિવસને સોમવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ ભારતમાં ફેલાયેલા કોરોનાના નવા વેરિએન્ટ વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ડબ્લ્યુએચઓએ કહ્યું  હતું કે, ભારતમાં ફેલાયેલા કોરોના વેરિએન્ટ સંક્રમિત જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, તેને હવે “ચિંતા”ની  કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે.

ભારતમાં જોવા મળેવા નવા વેરિએન્ટને લઈને ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે કોવિડ -19 નું બી .1.617 વેરિએન્ટ ગત ઓક્ટોબરમાં ભારતમાં પ્રથમ વખત મળી આવ્યું હતું. આ વેરિઅન્ટ વાયરસના મૂળ વેરિએન્ટ કરતા વધુ સઝડપથી સરળ રીતે ફેલાય છે અને સંભવત રસી પ્રત્યે તેની પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

કોવિડ -19 પર કામ કરતા ડબ્લ્યુએચઓ વૈજ્ઞાનિક મારિયા વાન કેરકોવે જણાવ્યું હતું કે કોરોનાના બી .1.617 વેરિએન્ટનું સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યું છેતેમણે કહ્યું, “અમે તેને વૈશ્વિક સ્તરે ચિંતાજનક બાબત તરીકે વર્ગીકૃત કરી રહ્યા છીએ, કોવિડ -19 પર મંગળવારે ડબ્લ્યુએચઓની સાપ્તાહિક મીટિંગમાં આ અંગે વધુ અપડેટ્સ આપવામાં આવશે.”

ઉલ્લેખનીય છે કરે ભારત બાલ કોરોના જેવી મહામારી સામે જંગી લડત લડી રહ્યું છે, દરરોજ લાયકોમાં નોંધાતા કેસ ચિંતાનો વિષય છે જો કે ઘણા દિવસોથી સાજા થનારાની સંખ્યાઓ પણ વધી રહી છે, જેને લઈને પરિસ્થિતિ થોડી સુધરતી જોવા મળી રહી છે.