Site icon Revoi.in

ભૂતપ્રેત કે પછી અન્ય કારણ, શા માટે આપણા વડીલો રાત્રે ઝાડ પાસે જવાની ના પાડે છે ? જાણો

Social Share
હિન્દુ ધર્મમાં ઘણી માન્યતાઓ અને પરંપરાઓ છે. આ માન્યતાઓ અને પરંપરાઓ પાછળ કોઈ ને કોઈ કારણ ચોક્કસપણે છુપાયેલું છે,  એક માન્યતા એવી પણ છે કે રાત્રે ભૂલથી પણ કોઈ ઝાડની નજીક ન જવું જોઈએ અને તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ,શું તમે જાણો છો આમ શા માટે કહેવામાં આવે છએ જો નહી તો ચાલો જાણીએ આ પાછળના કારણો.

કારણ કે વૈજ્ઞાનિક સંશોધનો પહેલાથી જ  વર્ણવી ચૂક્યા છે કે વૃક્ષો પણ મનુષ્યની જેમ શ્વાસ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન છોડે છે. પરંતુ વૃક્ષો માત્ર દિવસ દરમિયાન ઓક્સિજન છોડે છે, રાત્રે નહીં. વૃક્ષો દ્વારા શ્વસનની પ્રક્રિયા પ્રકાશસંશ્લેષણ દ્વારા થાય છે.

રાત્રે સૂર્યપ્રકાશ ઉપલબ્ધ ન હોવાથી વૃક્ષો આ સમયે કાર્બન ડાયોક્સાઇડ શોષી શકતા નથી. જેના કારણે વૃક્ષની આસપાસ ઓક્સિજનનું સ્તર ઘટે છે અને કાર્બન-ડાઈ-ઓક્સાઈડનું સ્તર વધે છે.જે આપણા માટે હાનિકારક સાબિત થાય છે.