Site icon Revoi.in

હિજાબનું સમર્થન કરનારી મલાલાને પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓની પિડા કેમ દેખાતી નથી ?

Social Share

નવી દિલ્હીઃ કર્ણાટકમાં ચાલી રહેલા હિજાબ વિવાદ પર હવે દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે. દરમિયાન નોબલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફજઈની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું છે કે, હિજાબમાં છોકડીઓને સ્કૂલ જતા રોકવી ભયાવહ છે. બીજી તરફ પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓનું અપહરણ કરીને તેમનું બળજબરી પૂર્વક ધર્માંતરણ અને મુસ્લિમ યુવાનો સાથે લગ્ન કરાવવાના બનાવવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાકિસ્તાનની સામાજીક કાર્યકર મલાલા યુસુફજઈ પાકિસ્તાનમાં મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને બલુચિસ્તાન મુદ્દે  કેમ શાંત છે તેવા સવાલો ઉભા થઈ રહ્યાં છે.

હિબાજ વિવાદમાં મલાલાની એન્ટ્રી, ભારતીય નેતાઓને કરી અપીલ

મલાલાએ કર્ણાટક વિવાદ ઉપર ટ્વીટ કરીને કહ્યું હતું કે, કોલોજમાં અમને અભ્યાસ અને હિજાબ વચ્ચે એકને પસંદ કરવા મજબુર કરવામાં આવે છે. હિજાબમાં છોકરીઓને સ્કૂલ જતા રોકવી હિતાવહ નથી. વધારે કે ઓછુ પહેરવા માટે મહિલાઓ મુદ્દે એક માનસિકતા બંધાયેલી છે. ભારતીય નેતાઓએ મુસ્લિમ મહિલાઓને હાશિયામાં જતા અટકાવવી જોઈએ. આમ હવે કર્ણાટકમાં ચાલતા હિબાજ વિવાદ મુદ્દે પાકિસ્તાની સામાજીક કાર્યકર મલાલાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મલાલાની આ પ્રતિક્રિયાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓ ઉપર કટ્ટરપંથીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવે છે. એટલું જ નહીં બલુચિસ્તાનના નાગરિકો ઉપર પણ અત્યાચાર ગુજારવામાં આવી રહ્યાં છે. પાકિસ્તાનમાં લઘુમતી કોમની યુવતીઓ ઉપર થતા અત્યાચાર મુદ્દે ભારત સહિત અનેક દેશોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે પાકિસ્તાનની સામાજીક કાર્યક્રરને લઘુમતી કોમની યુવતીની પીડિતા ઉપર સવાલ ઉઠાવતી નહીં હોવાથી શું તેણે લઘુમતી કોમની યુવતીઓની પીડા દેખાતી નથી તેવા પણ સવાલ થાય છે. પાકિસ્તાનના ખાસ મિત્ર ગણાતા ચિનમાં ઉઈગર મુસ્લિમો ઉપર અત્યાચાર થાય છે. આ મુદ્દે અમેરિકાએ પણ ચીન સામે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ આવા પ્રશ્નો મુદ્દે બોલવાનુ મલાલા કેમ ટાળે છે તેવા સવાલો ઉભા થયાં છે.

Exit mobile version