Site icon Revoi.in

“દરેક મસ્જિદોમાં શા માટે શિવલિંગ શોધવું?” જ્ઞાનવાપી વિવાદ વચ્ચે RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

Social Share

દિલ્હીઃ- દેશભરમાં છેલ્લા ઘણા સમયથી મસ્જીદમાં શિવલિંગ મળવાને લઈને વિવાદ ચાલી રહ્યો છો, જ્ઞાનવાપી સમ્જિદની ઘટના બાદ દેશના ઘણા મંદિરોમાં શિવંલિંગ હોવાનો દાવો કર્વામાં આવ્યો છે ત્યારે આવી સ્થિતિમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે સમજૂતી પૂર્વક વિવાદને શાંત કરવાનું આહ્વાન કર્યું છે,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવતે વિતેલા દિવસને ગુરુવારે આરએસએસના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા વર્ગના સમાપન સમારોહમાં  આ વાત કહી હતી.

હિન્દુ પક્ષએ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળ્યાનો દાવો કર્યા બાદ રાજકારણ ગરમાયું હચુ. મસ્જિદની વીડિયોગ્રાફી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે આ સમગ્ર મામલે આરએસઆસ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન  સામે આવ્યું છે. 

તેમણે વધુમાં કહ્યું કે અમને કેટલીક જગ્યાઓ માટે વિશેષ આદર છે અને અમે તેમના વિશે વાત કરી છે, પરંતુ આપણે દરરોજ કોઈને કોઈ નવો કેસ લાવવો જોઈએ નહીં. આપણે વિવાદ શા માટે વધારવો જોઈએ? જ્ઞાનવાપી પ્રતિ અમને અને તેના અનુસાર અમે કઈ કરી રહ્યા છે.પરંતુ દરેક મસ્જિદમાં શિવલિંગ શા માટે જોવું.

મોહન ભાગવતે વધુમાં જણાવ્યું કે આ  આજના હિંદુ અને મુસલમાનોએ બનાવ્યું નથી. રોજ મસ્જિદમાં શિવલિંગ કેમ જુઓ? લડાઈ શા માટે વધારવી? તે પણ એક ઉપાસના છે જે તેણે અપનાવી છે. તેઓ અહીં મુસ્લિમ છે. તેમણે કહ્યું કે ભારત કોઈ એક પૂજા અને એક ભાષામાં માનતો નથી કારણ કે આપણે સર્વસામાન્ય પૂર્વજોના વંશજ છીએ.

આપણે ઝઘડો ન વધારવો જોઈએ. તેમણે કહ્યું કે ઇસ્લામ બહારથી આવ્યો છે, આક્રમણકારો દ્વારા આવ્યો છે. જેઓ ભારતની આઝાદી ઇચ્છતા હતા તેઓના મનોબળને ખતમ કરવા માટે તે સમયે દેવસ્થાનોને તોડી પાડવામાં આવ્યા હતા.

ભાગવતે કહ્યું કે હિંદુઓ મુસ્લિમો વિરુદ્ધ નથી વિચારતા. આજના મુસ્લિમોના પૂર્વજો પણ હિંદુ હતા. મનમાં મુદ્દાઓ હશે તો ઉદભવશે. તે કોઈની વિરુદ્ધ નથી. પરસ્પર સંમતિથી કોઈ રસ્તો કાઢો. જો કોઈ રસ્તો ન મળે તો લોકો કોર્ટનો સંપર્ક કરે છે. કેસ ગમે તે હોય, કોર્ટનો નિર્ણય સ્વીકારવો જોઈએ. આપણે આપણી ન્યાય વ્યવસ્થાને પવિત્ર અને સર્વોચ્ચ માનીને નિર્ણયોનું પાલન કરવું જોઈએ. આપણે તેના નિર્ણયો પર સવાલ ન ઉઠાવવો જોઈએ.